નવી દિલ્હીઃ 17મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે વિરોધ પક્ષને સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે, તેમણે પોતાની સંખ્યા અંગે ચિંતા કરવાની જરૂર નથી. વિરોધ પક્ષનો દરેક શબ્દ સરકાર માટે 'મુલ્યવાન' છે. આ સાથે જ વડાપ્રધાને તમામ સાંસદોને આગ્રહ કર્યો કે તેઓ જ્યારે ગૃહમાં હોય ત્યારે નિષ્પક્ષ રહે અને રાષ્ટ્રના વ્યાપક હિત સાથે સંકળાયેલા મુદ્દાઓનું સમાધાન કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને જણાવ્યું કે, "સંસદીય લોકશાહીમાં વિરોધ પક્ષની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વિરોધ પક્ષે પોતાની સંખ્યા અંગે ચિંતા કરવાની જરૂર નથી. મને આશા છે કે તેઓ (વિરોધ પક્ષ) સક્રિયતા સાથે બોલશે અને ગૃહની કાર્યવાહીમાં ભાગીદારી કરશે."


પક્ષ અને વિપક્ષને ભુલી જવું જોઈએ
વડાપ્રધાને 17મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થાય એ પહેલા સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "આપણે જ્યારે સંસદમાં આવીએ છીએ ત્યારે આપણે પક્ષ અને વિપક્ષ અંગે ભુલી જવું જોઈએ. આપણે નિષ્પક્ષ ભાવના સાથે મુદ્દાઓ અંગે વિચારવું જોઈએ અને દેશના વ્યાપક હિતમાં કામ કરવું જોઈએ."


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....