Gujarat Election 2022: `ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી તે બધાને ખબર છે`, હવે ખડગેએ બનાવેલી સમિતિ પર જ ઉઠ્યા સવાલ
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઈતિહાસમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કોંગ્રેસ હવે હારના કારણે શોધી રહી છે. મલ્લિકાર્જૂન ખડગેએ 3 સભ્યોની સમિતિ બનાવી છે જે ગુજરાતની હારના કારણો તપાસશે. આ અગાઉ સોનિયા ગાંધી જ્યારે અધ્યક્ષ હતાં ત્યારે પણ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેઓ આ ઉપાય અજમાવતા હતા. પરંતુ એકવાર સિવાય ક્યારેય પણ આ રિપોર્ટ હાઈકમાન સાથે શેર કરાયો નથી.
Gujarat Election: કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતમાં હારના કારણોની ભાળ મેળવવા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી છે. પાર્ટીની અંદર અનેક નેતાઓ દબાયેલા અવાજે તેનો વિરોધ કરવા લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યાં મુજબ હારના કારણો બધાને ખબર છે. આપણે પૂરેપૂરી તાકાત સાથે ચૂંટણી લડ્યા નથી, એટલે હારી ગયા. તેમાં કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી. જ્યાં સુધી સમિતિનો સંબંધ છે તો અગાઉ હારના કારણોની તપાસ માટે બનાવેલી કોઈ પણ સમિતિની ભલામણો પર કોઈ અમલ થયો નથી. આવામાં આ સમિતિનો પણ કોઈ ફાયદો થશે નહીં.
અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઈતિહાસમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કોંગ્રેસ હવે હારના કારણે શોધી રહી છે. મલ્લિકાર્જૂન ખડગેએ 3 સભ્યોની સમિતિ બનાવી છે જે ગુજરાતની હારના કારણો તપાસશે. આ અગાઉ સોનિયા ગાંધી જ્યારે અધ્યક્ષ હતાં ત્યારે પણ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેઓ આ ઉપાય અજમાવતા હતા. પરંતુ એકવાર સિવાય ક્યારેય પણ આ રિપોર્ટ હાઈકમાન સાથે શેર કરાયો નથી.
કેમ સંકટમાં આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું
'22 રાજ્યોમાં કામ કરીએ છીએ, બધે BJPની સરકાર નથી', જાણો અદાણીએ PM મોદી વિશે શું કહ્યુ
સ્માર્ટફોન વાપરનારા સાવધાન...યુવક ફોન પર વાત કરતો હતો, અચાનક ફોન બોમ્બની જેમ ફાટ્યો
નીતિન રાઉત સમિતિના અધ્યક્ષ
સમિતિને બે અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ આપવાનું કહેવાયું છે. આ સાથે જ સુધાર માટે સૂચનો આપવાનું પણ કહેવાયું છે. પાર્ટી તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ખડગેએ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નીતિન રાઉતને સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. આ સાથે જ બિહારના શકીલ અહેમદ ખાન અને સાંસદ સપ્તગિરિ ઉલકાને સભ્ય બનાવ્યા છે. આ સમિતિ બે અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષને સોંપશે. પાર્ટીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકોમાંથી માત્ર 17 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે 156 બેઠકો જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી.
કોંગ્રેસની સમિતિઓનો ઈતિહાસ
વર્ષ 1999માં લોકસભામાં હાર બાદ સોનિયા ગાંધીએ પહેલીવાર સમિતિ બનાવી હતી. 11 સભ્યોની સમિતિનું નેતૃત્વ એકે એન્ટની કરી રહ્યા હતા. આ ઉપરાંત મણિશંકર ઐય્યર, મોતીલાલ વોરા, પીએમ સઈદ અને પીઆર દાસમુંશી સભ્ય હતા. એવું કહેવાય છે કે આ નેતાઓએ સંગઠન સ્તર પર ફેરફારોના સૂચનો આપ્યા હતા. ત્યારબાદ એન્ટનીને 2008, 2012 અને 2014ની લોકસભા હાર બાદ પણ જવાબદારી સોંપાઈ હતી. જો કે ત્યારથી ટોચના નેતાઓ સહિત કોઈ પણ રિપોર્ટ્સ અંગે કશું સાંભળ્યું નથી. 2021માં પણ અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે 2021 પેનલે દરેક રાજ્યની અલગ અલગ રિપોર્ટની રજૂઆત કરી હતી. અત્રે જણાવવાનું કે સોનિયા ગાંધીએ પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની હાર બાદ કોઈ સમિતિ બનાવી નહતી. એવું કહેવાય છે કે તેનું કારણ ગાંધી પરિવારની યુપી અને પંજાબમાં મોટી ભૂમિકા હતી.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube