નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઈવીએમ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને 25 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમે વિરોધ પક્ષોના નેતાઓ ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીષચંદ્ર મિશ્રા સહિતના 21 નેતાઓની અરજી પર ચૂંટણી પંચને નોટિસ આપી છે. આ અરજીમાં આવનારી ચૂંટણીમાં ઈવીએમ દ્વારા ગડબડીની આશંકા વ્યક્તક રતા 50 ટકા સુધીની VVPAT કાપલીઓ ઈવીએમ સાથે મેળવવાની માગણી કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 25 માર્ચે હાથ ધરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે અગાઉ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સચિન પાઈલટની અરજી ફગાવી હતી જેમાં બંને નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીને પારદર્શક બનાવા માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં એવી માગણી કરાઈ હતી કે વોટર લિસ્ટની જાણકારી ચૂંટણી પંચ કોંગ્રેસને ટેક્સ્ટ મોડમાં આપે. અરજીમાં દસ ટકા મતોને વીવીપેટ સાથે મિલાવવાની માગણી કરાઈ હતી. આ ઉપરાંત મતદાતા સૂચિમાં મોટી સંખ્યામાં નકલી મતદારો હોવાની વાત કરાઈ હતી. 


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...