Gurugram: ભાડૂઆત સાથે પુત્રવધુના સુવાળા સંબંધનો હતો શક, સસરાએ એક પછી એક ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા
માણસ ગુસ્સામાં ક્યારે હેવાન બની જાય છે તે ખબર પડતી નથી. આ જ ગુસ્સામાં સેનામાં સેવા આપી ચૂકેલા એક ફૌજીએ કસાઈ જેવું સ્વરૂપ અપનાવીને હત્યાકાંડને અંજામ આપ્યો.
નવી દિલ્હી: માણસ ગુસ્સામાં ક્યારે હેવાન બની જાય છે તે ખબર પડતી નથી. આ જ ગુસ્સામાં સેનામાં સેવા આપી ચૂકેલા એક ફૌજીએ કસાઈ જેવું સ્વરૂપ અપનાવીને હત્યાકાંડને અંજામ આપ્યો. ત્રણ વર્ષની બાળકી ઉપર પણ દયા ન આવી અને હથિયારથી હુમલો કર્યો. જો કે બાળકીનું નસીબ સારું કે તે બચી ગઈ. પરંતુ આ હચમચાવી નાખનારા હત્યાકાંડમાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ પણ કરી છે. જેના પર આ હેવાનિયતમાં આરોપીનો સાથ આપવાનો શક છે.
જીવ ગુમાવનારાઓમાં આરોપીની વહુ અને એક ભાડૂઆતનો પરિવાર છે. હત્યાના આરોપી મકાન માલિકને તેની પુત્રવધુ અને ભાડુઆત વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો શક હતો. શકને આધારે જ તેણે પાંચ લોકો પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. જેમાં ચાર લોકોના મોત થયા. આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સરન્ડર કર્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube