બોમ્બે હાઈકોર્ટે પૂર્વ પોલીસકર્મી પ્રદીપ શર્માને 2006માં મુંબઈમાં ગેંગસ્ટર છોટા રાજનના કથિત સહયોગી રામનારાયણ ગુપ્તાના ફેક એન્કાઉન્ટ કેસમાં મંગળવારે દોષિત ઠેરવ્યા અને ઉમરકેદની સજા સંભળાવી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ગૌરી ગોડસેની એક બેન્ચે શર્માને છોડી મૂકવાના સેશન કોર્ટના 2013ના ચુકાદાને ખોટો અને નહીં ટકવા લાયક ગણાવીને રદ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે લોઅર કોર્ટે શર્મા વિરુદ્ધ ઉપલબ્ધ પૂરતા પુરાવાને નજરઅંદાજ કર્યા. પુરાવા કેસમાં તેમની સંડોવણી સ્પષ્ટ રીતે સાબિત કરે છે. બેન્ચે શર્માને ત્રણ અઠવાડિયામાં સંબંધિત સેશન કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે પોલીસકર્મીઓ સહિત 13 વ્યક્તિઓને નીચલી કોર્ટ તરફથી  દોષિત ઠેરવવાના અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવાના આદેશને પણ યથાવત રાખ્યો અને છ અન્ય આરોપીઓની દોષસિદ્ધિ અને ઉમરકેદની સજાને રદ કરીને તેમને છોડી મૂક્યા. 


22 લોકો પર હત્યાનો આરોપ
13 પોલીસકર્મીઓ સહિત 22 લોકો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 2013માં સેશન્સ કોર્ટે પુરાવાના અભાવમાં શર્માને છોડી મૂક્યા હતા અને 21 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા તથા તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. 21 આરોપીઓમાંથી બેના કસ્ટડીમાં મોત થયા. 


સજા વિરુદધ હાઈકોર્ટમાં કરી હતી અપીલ
આરોપીઓએ પોતાની દોષસિદ્ધિને હાઈકોર્ટમાં પડકાર  ફેંક્યો હતો. જ્યારે ફરિયાદી પક્ષ અને મૃતકના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ શર્માને છોડી મૂકવાના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ફરિયાદીના વકીલે દલીલ આપી કે વર્તમાન મામલામાં જે  અધિકારી કાનૂન અને વ્યવસ્થાના સંરક્ષક હતા તેઓ સ્વયં એક નિર્મમ હત્યામાં સંડોવાયેલા હતા. 


2006 ફેક એન્કાઉન્ટર  કેસ
આ કેસમાં શર્માને દોષિત ઠેરવવાની ભલામણ કરતા ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે પૂર્વ પોલીસકર્મી અપહરણ અને હત્યાના પૂરા અભિયાનના મુખ્ય ષડયંત્રકાર હતા. 11 નવેમ્બર 2006ના રોજ એક પોલીસ ટુકડીએ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાને વાશીથી એ શંકાના આધારે પકડ્યો હતો કે તે રાજનગેંગનો સભ્ય છે. તેની સાથે તેના મિત્ર અનિલ ભેડાને પણ પકડવામાં આવ્યા હતા. ગુપ્તાને તે સાંજે પરાવિસ્તાર વર્સોવામાં નાના નાની પાર્કની પાસે એક ફેક એન્કાઉન્ટરમાં મારી નખાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube