ગુરૂગ્રામઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થયા બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ ભાજપ શાસિત હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સાથે મંચ શેર કર્યું છે. થોડા મહિના પહેલા આરએસએસના કાર્યક્રમમાં પ્રણબના જવાથી કોંગ્રેસ પાર્ટી અસહજ થઈ હતી. ત્યાં સુધી કે પ્રણબ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા પણ નાખુશ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના થિંક-ટેન્ક પ્રણબ મુખર્જી ફાઉન્ડેશનના ઘણા કાર્યક્રમોને લોન્ચ કરવા માટે ગુરૂગ્રામમાં મુખ્યપ્રધાન ખટ્ટર સાથે મંચ પર જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, પહેલા જાણકારી આવી હતી કે આ ઈવેન્ટ માટે 15 સીનિયર અને જૂનિયર લેવલના આરએસએસ કાર્યકર્તાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું કે, આરએસએસના સભ્યોએ તેને જમીની સ્તર પર સંભવિત મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. 


બાદમાં પૂર્વ રાષ્ટ્રપતિના કાર્યલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાંઆવ્યું કે હરિયાણામાં પ્રણબ મુખર્જી ફાઉન્ડેશન આરએસએસની સાથે મળીને કામ કરી રહ્યું નથી અને ન તો આગળ કોઈ યોજના છે. નોંધનીય છે કે પ્રણબ મુખર્જીના ફાઉન્ડેશને સ્માર્ટગ્રામ પ્રોજેક્ટ્સ હેઠળ દતક લીધેલા ગામમાં ઘણી સુવિધા આપી રહ્યું છે. આ હેઠળ ટ્રેનિંગ અને ઇનોવેશન વેયર હાઉસ લોન્ચ કરવા અને પાણી માટે એટીએમ સ્થાપિત કરવા સામેલ છે. 


ઉલ્લેખનીય છે કે હરિયાણામાં સ્માર્ટગ્રામ પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ થયો હતો, જ્યારે પ્રણબ મુખર્જીએ રાષ્ટ્રપતિ રહેતા ઘણા ગામોને દતક લીધા હતા. રવિવારે તેમણે હરિયાણા સરકારના આમંત્રણ પર ગુરૂગ્રામમાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.