નવી દિલ્હી: કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે. A737 એર ઇન્ડીયા એક્સપ્રેસમાં આવતાં પહેલાં દીપક વસંત સાઠે ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ રહ્યા હતા. તે વાયુસેનાના (Indian Airforce)ના નિવૃત કમાંડર હતા. તેમણે 11 જૂન 1981ના રોજ તેમણે એરફોર્સમાં કમીશન મળ્યું હતું અને 22 વર્ષની સેવા બાદ 30 જૂન 2003માં નિવૃત થયા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય


એરફોર્સમાં તેમણે AFA માં સ્વોર્ડ ઓફ ઓનર જીત્યો હતો અને ફાયટર પાયલોટ બન્યા હતા. એર ઇન્ડીયા એક્સપ્રેસ 737માં જતાં પહેલાં દીપક એર ઇન્ડીયાની એરબસ 310ની ઉડાન ભરી ચૂક્યા હતા. આ ઉપરાંત તે એચએએલ (Hindustan Aeronautics Limited) ના ટેસ્ટ પાયલોટ પણ રહ્યા હતા. 


આ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. એરલાઇનના પ્રવક્તાના અનુસાર દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા એક્સપ્રેસ પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર સરકી જતાંં દુર્ઘટના સર્જાઇ હતી. ફ્લાઇ-IX 1344- સાંજે લગભગ 7.40 વાગે એરપોર્ટ પર લેન્ડ થઇ. અકસ્માત બાદ રાહત અને બચાવ માટે ટીમો પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડ અને એમ્બુલન્સની ગાડીઓ પર ઘટનાસ્થળે હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube