Exclusive: કેન્દ્ર સરકાર માટે પડકાર બન્યા 9 કોરોના HOTSPOT, કોવિડ-19નો કહેર દેશભરમાં યથાવત
કોરોના વાયરસ (કોરોના વાયરસ)ના સંક્રમણથી સૌથી વધારે મામલા હોટસ્પોટ્સ પર આવી રહ્યા છે અને તેને રોકવું એક મુશ્કેલી ભર્યુ કામ છે. Zee Newsના સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર સ્વાસ્થય મંત્રાલયે તમામ પાસાંઓનું મૂલ્યાંકન કર્યા પછી, આ હોટસ્પોટ્સને ઓળખવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (કોરોના વાયરસ)ના સંક્રમણથી સૌથી વધારે મામલા હોટસ્પોટ્સ પર આવી રહ્યા છે અને તેને રોકવું એક મુશ્કેલી ભર્યુ કામ છે. Zee Newsના સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર સ્વાસ્થય મંત્રાલયે તમામ પાસાંઓનું મૂલ્યાંકન કર્યા પછી, આ હોટસ્પોટ્સને ઓળખવામાં આવ્યા છે.
24 કલાકમાં કોરોનાના 227 નવા કેસ, રિસર્ચ માટે બનાવાઈ કમિટી: સ્વાસ્થ્ય મંત્રાલય
ભારતમાં કોરોના વાયરસના 9 હોટસ્પોટ્સ લદ્દાખ, એસબીએસ નગર પંજાબ, દિલશાદ ગાર્ડન, નિઝામુદ્દીન, ભીલવાડા રાજસ્થાન, પુણે મહારાષ્ટ્ર, મુંબઇ મહારાષ્ટ્ર, કાસરગોડ કેરળ, પથાનાનથિટ્ટા કેરળમાં છે. આ જગ્યાઓથી સૌથી વધારે અને સૌથી ઝડપી કેસ સામે આવી રહ્યાં છે. સરકારના તમામ પ્રયત્નો કરવા છતાં આ સ્થળ પરથી કોરોનાના મામલાને ઝડપથી ફેલાવવાથી રોકવા માટે સફળતા મળી રહી નથી.
દિલ્હીમાં ડોક્ટર પણ બન્યો દર્દી, કોરોનાના લક્ષણ જોવા મળતા કરાયો કવોરન્ટાઇન
મહત્વપૂર્ણ કારણ એ છે કે, જે જગ્યાઓ પર આ મામલા સામે આવી રહ્યાં છે, ત્યાં લોકલ ટ્રાંસમિશન થઇ રહ્યું છે. યાદ રાખો આ કમ્યુનિટી ટ્રાંસમિશન નથી. હોટસ્પોટ્સની સંખ્યા વધી પણ શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, સરકારે હોટસ્પોટ્સની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આતંરિક પ્રક્રિયા અંતર્ગત પસંદ કરેલ હોટસ્પોટ્સ છે જે સરકાર માચે સૌથી મોટા પડકાર સમાન બની શકે છે.
Nizamuddin: તબલીગી જમાત વિશે ખાસ જાણો, જેના કારણે દિલ્હીમાં કોરોનાના કેસનો થયો વિસ્ફોટ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, જ્યાં સિંગલ કેસ પણ સામે આવે છે સંક્રમણનો તો તે અમારા માટે હોટસ્પોટ્સ છે. અને સ્વાભાવિક રીતે જ્યાં વધારે કેસ સામે આવે છે. ત્યાં અમારું વધારે ધ્યાન હોય છે અને અમે તેને લઇને તેઓ વિસ્તૃત વ્યવસ્થા પણ કરે છે.
લખનઉ: કેસરબાગ સ્થિત મરકઝી મસ્જિદમાંથી ઢગલો વિદેશી નાગરિકો મળી આવ્યાં
કોરોના વાયરસના દેશમાં વધતા કિસ્સાઓને લઇને કેન્દ્ર સરકારે આજે બે મોટી મહત્વૂર્ણ બેઠક કરી. સવારે પહેલી બેઠક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની થઇ જેમાં દેશમાં કયા કયા રાજ્યોમાં કેવી સ્થિતિ છે. તેની સમીક્ષા કરવામાં આવી એને કયા કયા રાજ્યોમાં ક્યાં કેટલા પગલા લેવા જરૂરી છે, ઇમરજન્સીમાં શું જરૂરિયાત છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube