મુંબઇ : ભાજપ અધ્યક્ષ અમિત શાહે જી તાસ 24ને આપેલા એક એક્સક્લૂસિવ ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, તેઓ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મળીની પાર્ટીની નારાજગી દુર કરવાનો પ્રયાસ કરશે. શાહે કહ્યું કે, તેઓ 2019નું જ નહી, 2024ની ચૂંટણી પણ શિવસેના સાથે મળીને લડવા માંગે છે. તેમણે ફડણવીસ સરકારનાં ભારે વખાણ કર્યા. તેમ પુછવામાં આવતા કે શું વિચારોની અભિવ્યક્તિમાં કોઇ ઘટાડો થઇ રહ્યો છે ? શાહે કહ્યું કે, વિચારની અભિવ્યક્તિ બીજાનું અપમાન કરવા માટે ન હોવી જોઇએ. ઇન્દિરાજીનાં સમયે સુપ્રીમ કોર્ટનાં ત્રણ જજોએ રાજીનામું આપવું પડ્યું હતું. કોંગ્રેસ આ મુદ્દે વાત ન કરે તે જ યોગ્ય રહેશે. અમારા આલોચકો પણ સ્પષ્ટ રીતે અમારી વિરુદ્ધ લખી રહ્યા છે. સંઘનનાં કાર્યક્રમમાં પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ભાગ લેવાનાં છે તે અંગે તેમણે કહ્યું કે વિરોધ શા માટે છે ? જવાહરલાલ નેહરૂ પણ સંઘના કાર્યક્રમમાં ભાગ લેતા હતા, લાલ બહાદુર શાસ્ત્રીજીએ પણ સંઘના કાર્યક્રમમાં ભાગ લેતા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી એકતાનાં સવાલ અંગે તેમણે કહ્યું કે, તેનાંથી કોઇ ફરક નથી પડતો. તમામ દળ નરેન્દ્ર મોદીને હટાવવા માટે અલગ થયા છે, પરંતુ એક થવાથી ભાજપ પર કોઇ અસર નહી પડે. તેમણે કહ્યું કે, એક મંચ પર ઉભા રહીને હાથ મિલાવી લેવાથી મતદાતા પર કોઇ અસર નહી પડે. 2014માં પણ તમામ દળો એક જ હતા. ઘણા રાજ્યોમાં યોજાનાર વિધાનસબા ચૂંટણી અંગ તેમણે કહ્યું કે, કોઇ પણ સરકાર એવી ન હોઇ શકે જેની સામે નારાજગી ન હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે તેની અસર ચૂંટણી પર પણ પડે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર છે અને તે જ રહેશે. આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થશે. 

સમગ્ર વિશ્વમાં ભારતો ડંકો
વડાપ્રધાન મોદીનાં કારણે સમગ્ર વિશ્વમાં ભારતનાં લોકોનું ગૌરવ વધ્યું છે. વિશ્વમાં ફેલાયે ભારતીયો આજે એક ગર્વ સાથે માથુ ઉંચુ કરીને ચાલે છે. ભારતનાં યોગનો ડંકો આજે સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. ભારતને નવી ઉંચાઇઓ પર પહોંચાડવાનું કામ મોદીજીએ કર્યું છે. 24માંથી 18 કલાક કલાક સુધી કામ કરનાર વડાપ્રધાન દેશને મળ્યો છે. 


આગામી સમયમાં યોજાનાર 4 વિધાનસભા ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, કોઇ પણ સરકાર એવી ન હોઇ શકે જેનાં મુદ્દે નારાજગી ન હોય, જો કે તેનો અર્થ એવો નથી કે તેની અસર ચૂંટણી પર પડતી હોય. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે. ભાજપ સરકાર વિરુદ્ધ કોઇ જનભાવના નથી. ઘણા રાજ્યોમાં  હાલ જે ચૂંટણી યોજાનાર છે, ત્યાં અમારૂ સંગઠન મજબુત છે. 

વડાપ્રધાન મોદીનાં કારણે વિશ્વમાં ભારતનું ગૌરવ મળી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીયોને આજે અલગ જ ઓળખ મળી છે. ભારતના યોગનો આજે ડંકો વિશ્વમાં ગાજી રહ્યો છે. વિશ્વ પટલ પર ભારતને નવી ઉંચાઇ પર પહોંચવાનું કામ મોદીજીએ કર્યું છે.