લખનઉ: ફિલ્મ અભિનેતા અને પટણા સાહિબથી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિન્હા પર એવા આરોપ લાગી રહ્યાં છે કે તેઓ કોંગ્રેસમાં રહીને પણ પત્ની પુનમ સિન્હાનો પ્રચાર કરી રહ્યાં છે, જે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર છે. કોંગ્રેસી નેતાઓએ શત્રુઘ્ન સિન્હા પર આરોપ લગાવ્યો છે કે તેઓ લખનઉમાં પાર્ટી ધર્મ નહીં પરંતુ પત્ની ધર્મ નીભાવી રહ્યાં છે. લખનઉથી કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે તો ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે શત્રુઘ્ન સિન્હાએ ભલે કોંગ્રેસ જોઈન કરી હોય પરંતુ હજુ તેઓ આરએસએસના એજન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ECની નોટિસ પર CM યોગીનો જવાબ, 'ચૂંટણીના મંચ પર ભજન કરવા નથી જતા'


ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં શત્રુઘ્ન સિન્હાએ આ આરોપો પર સ્પષ્ટતા કરી છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેઓ આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે પરંતુ લખનઉને ફક્ત એક સ્પેશિયલ કેસ સમજવો જોઈએ. શત્રુઘ્ન સિન્હા એ પણ કહે છે કે જ્યારે તેમની પત્નીને લખનઉથી ટિકિટ અપાઈ તો આ મામલો રાહુલ ગાંધીની પણ જાણમાં હતો અને બધાની સહમતિથી જ આ નિર્ણય લેવાયેલો છે. 


સિન્હાને જ્યારે આરોપો પર સવાલ પૂછવામાં આવ્યો કે કોંગ્રેસમાં રહીને પણ તેઓ અખિલેશ યાદવને વડાપ્રધાન તરીકે જુએ છે અને તેમણે અખિલેશ યાદવના ખુબ વખાણ પણ કર્યાં તો તેમણે જવાબ આપતા કહ્યું કે અખિલેશ યાદવમાં અનેક ગુણો છે. એ જણાવો કે પ્રદેશનો વિકાસ કોણે કર્યો? શત્રુઘ્ન સિન્હા માયાવતીના પણ ખુબ વખાણ કરે છે. સિન્હાએ કહ્યું કે જે સૌથી મોટા પક્ષના નેતા હોય તે વડાપ્રધાન બને છે અને રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવાના વિરોધમાં તેઓ ક્યારેય રહ્યા નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...