EXCLUSIVE: મહંત નરેન્દ્ર ગિરીના આત્મહત્યાવાળા રૂમનો પ્રથમ વીડિયો આવ્યો સામે
ZEE NEWS પાસે મહંત નરેન્દ્ર ગિરીના આત્મહત્યા રૂમનો પહેલો વીડિયો છે. જેમાં મહંતનું શરીર જમીન પર દેખાય છે.
નવી દિલ્હી: મહંત નરેન્દ્ર ગિરીના નિધન બાદ એક EXCLUSIVE વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બાઘમબરી મઠ પર પોલીસ પહોંચી ત્યાર પછીનો છે. આ વીડિયોમાં મહંતનું શરીર ફ્લોર પર પડેલું દેખાય છે. વીડિયોમાં, આઈજી કેપી સિંહ પણ આ સંદર્ભમાં આશ્રમમાં રહેતા શિષ્યોની પૂછપરછ કરતા જોવા મળે છે. આ વીડિયો 1.45 મિનિટ લાંબો છે.
Team India માંથી કપાઈ ચુક્યું છે આ ક્રિકેટરનું પત્તુ, હવે IPL ની કારકિર્દી પણ થઈ જશે પુરી!
શું છે વીડિયોમાં?
વીડિયો શરૂ થતાં જ, મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ફ્લોર પર પડેલો જોવા મળે છે અને તેની બાજુમાં બલબીર ગિરી છે, જેનો ઉલ્લેખ મહંતની કથિત સુસાઇડ નોટમાં અનુગામી તરીકે કરવામાં આવ્યો હતો.વીડિયોની આગલી ફ્રેમમાં એક ફોટોગ્રાફર અને એક કોન્સ્ટેબલ દેખાય છે, ત્યારબાદ કેમેરા રૂમમાં પડેલા પલંગ અને ત્યાં શણગારેલા ચિત્રો અને પ્રમાણપત્રો તરફ આગળ વધે છે.
Samsung ના Mobile માં આવ્યું 'ભૂત' ! પોતાની રીતે થઈ રહ્યાં છે રિસ્ટાર્ટ! તમારો ફોન જોયો?
દોરડાના ત્રણ ટુકડા કેવી રીતે થયા?
વીડિયોમાં, દોરડાનો ટુકડો પણ ફ્લોર પર મૃત પડેલા મહંતના ગળામાં અટવાયેલો જોવા મળે છે. થોડા સમય પછી, આઈજી કેપી સિંહ રૂમના દરવાજા પર ઉભેલા મહંતના શિષ્યોને પૂછપરથ કરતા જોવા મળે છે. રૂમમાં પંખો ચાલુ હતો કે પછી તેને કોઈએ ચાલુ કર્યો હતો એ પણ એક મોચો સવાલ છે.
આ અંગે સુમિત નામનો શિષ્ય પહેલા કહે છે કે તેણે પંખો ચાલુ કર્યો હતો, પરંતુ જ્યારે આઈજી તેને આ વિશે પૂછે છે ત્યારે તે તેનો જવાબ આપતો નથી અને અન્ય વાતો કહેવાનું શરૂ કરે છે. વીડિયોમાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છેકે, મહંતે જે રસ્સાથી (દોરડાથી) ગળે ફાંસો ખાધો તે દોરડાના ત્રણ ટૂકડા કઈ રીતે થઈ ગયાં. ઉદ્ભવી રહ્યો છે કે દોરડાના ત્રણ ભાગ કે જેનાથી મહંતે ફાંસી લગાવી હતી. પોલીસ એફએસએલની મદદ લઈને હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube