નવી દિલ્હી : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયૂ) અંગે ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ZEE MEDIAને મળતી માહિતી અનુસાર AMUને લઘુમતીનો દરજ્જો મળ્યો જ નથી. રાષ્ટ્રીય લઘુમતી શિક્ષમ સંશ્થા પંચ (NCMEI)એ SC પંચને જણાવ્યું કે, એએમયુને લઘુમતી યુનિવર્સિટીનો દરજ્જો નથી આપવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, NCMEIએ SC પંચને પત્ર લખીને AMU અંગે આ માહિતી આપી છે. ઝી ન્યુઝ પાસે આ એક્સક્લુઝીવ પત્રો હાજર હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસસી પંચે પુછ્યો હતો સવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, 6 જુલાઇએ એસસી પંચે લઘુમતિ શિક્ષણ સંસ્થાનને પુછ્યું હતું કે શું એએમયુને માઇનોરિટીનું સ્ટેટસ મળેલું છે ? ત્યાર બાદ તમને જવાબમાં NCMEIએ પત્રમાં લખ્યું છે કે જામિયા મિલાયા ઇસ્લામિયાને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત છે. અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીને નથી. ઉલ્લેખનીય છે કે, 3 જુલાઇએ એસસી પંચના ચેરમેન રામશંકર કઠેરિયાએ AMUમાં SC-ST-OBC વિદ્યાર્થીઓને અનામત્ત માટે અલીગઢમાં બેઠક યોજી હતી. 

ગત્ત 10 વર્ષમાં AMUને મળ્યા 7 હજાર કરોડ રૂપિયા
બીજી તરફ લઘુમતી શિક્ષણ સંસ્થા પંચના આ જવાબ અંગે ઝીન્યુઝ સાથે વાતચીત કરતા SC પંચના ચેરમેન રામશંકર કઠેરિયાએ કહ્યું કે હવે તો તમામ બાબતો સ્પષ્ટ થઇ ચુકી છે. એએમયુને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત નથી. છેલ્લા 10 વર્ષમાં આશરે 7 હજાર કરોડ રૂપિયાનું ફંડ એએમયુને કેનદ્ર સરકારે આપ્યું છે. 2017-18માં જ 1106 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એએમયુને આપવામાં આવી હતી. જ્યારે લઘુમતી પંચે અહીં કહ્યું કે, એએમયુનો માઇનોરિટીનું સ્ટેટ નથી તો ત્યાં તત્કાલ અનામત લાગુ થવી જોઇએ. 

સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ
આ કિસ્સો ત્યારે ફરીથી ચર્ચામાં આવ્યો જ્યારે સાંસદ સતીષ કુમાર ગૌતમે એએમયુનાં વાઇસ ચાન્સેલરને પત્ર લખીને કહ્યું કે, યૂનિવર્સિટીમાં એસસી અને એસટી માટે અનામત લાગુ કરવાની વાત કરી હતી. બીજી તરફ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં હલફનામુ દાખલ કર્યું છે જેમાં કહેવાયું છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતીનો દરજ્જો નથી. 

રમાશંકર કઠેરિયાએ AMUના સહ કુલપતિ સાથે ચર્ચા કરી
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ રામશંકર કઠેરિયા અનામત અંગે ચર્ચા કરવા માટે 3 જુલાઇએ અલીગઢ પહોંચ્યા હતા. અલીગઢમાં રામશંકર કઠેરિયાએ જિલ્લાનાં અધિકારીઓ સાથે એએમયુમાં ચર્ચા કરી હતી. આ બેઠકમાં એએમયુના સહ કુલપતિ પ્રોફેસર બસ્સુમ શહાબે પણ ભાગ લીધો હતો.