નવી દિલ્હીઃ ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ વીડિયો છે. આ વીડિયો સર્જિકલ સ્ટ્રાઈલની સાબિતી માગતો લોકો માટે જવાબ છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આતંકીઓના લોન્ચિંગ પેડ્સને સેનાએ નષ્ટ કર્યા હતા આતંકીઓના અલગ અલગ વિસ્તારોને પણ નષ્ટ કર્યા હતા.  મહત્વનું છે કે આતંકીઓએ ઉરી સેક્ટરમાં સેના કેમ્પ પર હુમલો કર્યા હતો અને આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભારતીય સેનાએ જમ્મૂ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલની પાર સ્થિત આતંકી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક હુમલો કર્યો જેમાં આતંકવાદીઓને ભારે નુકસાન થયું અને ઘણા આતંકીઓ માર્યા ગયા હતા. આ સર્જિકલ સ્ટ્રાઇકના ખુલાસા બાદ વિશ્વમાં હડકંપ મચી ગયો હતો. આ હુમલાના 636 દિવસ બાદ તેનો સૌથી મોટો પૂરાવો સામે આવ્યો છે. આ હુમલાનો વીડિયો ઝી ન્યૂઝ પાસે છે. અમે તમને આ વીડિયો બતાવશું કે કઈ રીતે ભારતીય સેનાના કમાન્ડોએ પાકિસ્તાની સરહદમાં ઘુસીને આતંકીઓના 4 અલગ અલગ ઠેકાણોને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેનાના પેરા કમાન્ડોની 8 ટીમોએ આ હુમલાને અંજામ આપ્યો હતો આતંકીઓના અડ્ડાને બરબાદ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તેવું જણાવવામાં આવ્યું કે, UAVની મદદથી સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો બનાવવામાં આવ્યો છે.