Shringar Gauri Puja: જ્ઞાનવાપી વિવાદ વચ્ચે વારાણસીથી સામે આવ્યો માતા શ્રૃંગાર ગૌરીની પૂજાનો એક્સક્લુઝિવ VIDEO
Shringar Gauri Puja exclusive video: અત્યારે આ સ્થળે વર્ષમાં માત્ર એક જ વાર પૂજા કરવાની છૂટ છે. એવું કહેવાય છે કે અહીં માતા સ્વયંભૂ છે. તેથી જ માતાના ભક્તો સતત અહીં પૂજા કરવાની માંગણી કરતા રહે છે.
Gyanvapi Shringar Gauri Mandir Video: વારાણસીનો જ્ઞાનવાપી કેસ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ જ્યાં લોકો બાબા વિશ્વનાથ ધામ પાસે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આ જ પરિસરમાંથી શ્રૃંગાર ગૌરી પૂજાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો થોડા સમય પહેલાનો છે જેમાં પૂજારી પૂજા પહેલા સફાઈ કરતા જોવા મળે છે.
હિન્દુ પક્ષની માંગ
તમને જણાવી દઈએ કે આ એ જ જગ્યા છે જ્યાં દેશના અન્ય મંદિરોની જેમ દરરોજ પૂજા અને આરતીની માંગ કરવામાં આવે છે. જે મહિલાઓએ કોર્ટમાં જ્ઞાનવાપીની અંદર પુજા અર્ચના કરવા માટે અરજી કરી છે, તેઓએ પણ આ સમગ્ર મામલો દેશના હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મામલો હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ આ મામલાનો પડઘો દેશની સર્વોચ્ચ અદાલતમાં સંભળાયો હતો. દરમિયાન અમે તમને માતા શ્રૃંગાર ગૌરીની પૂજાનો એક્સક્લૂસિવ વીડિયો બતાવીએ છીએ. આવી સ્થિતિમાં તમે કરો મા શ્રૃંગાર ગૌરીના દિવ્ય દર્શન.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube