અનૂપકુમાર મિશ્ર, નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પથ્થરબાજોએ એકવાર ફરીથી સીઆરપીએફના જવાનોને જાનથી મારી નાખવાની કોશિશ કરી. જો કે તે નિષ્ફળ ગઈ. સીઆરપીએફના જવાનોએ સમજદારીથી અને ધૈર્યથી કામ લીધુ જેના કારણે પથ્થરબાજો પોતાના નાપાક ઈરાદાઓ પાર પાડી શક્યા નહીં. હકીકતમાં આ મામલો જમ્મુ અને કાશ્મીરના બનિયાલનો છે. ગુરુવારે સીઆરપીએફના વાહનોનો કાફલો જમ્મુ માટે જઈ રહ્યો હતો. જેવો આ કાફલો બનિહાલ માર્કેટ ઘૂસ્યો કે એક કાર ખુબ જ ધીમી ગતિએ કારની આગળ ચાલવા લાગી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ સીઆરપીએફની બસના ડ્રાઈવરે હોર્ન વગાડીને કારચાલકને સામેથી હટવાનો ઈશારો કર્યો. પરંતુ કાર ચાલક સતત સીઆરપીએફની બસના હોર્નને નજરઅંદાજ કરતો રહ્યો. ત્યારે જ ડ્રાઈવરની નજર બજારની બાજુ ઊભેલા લોકો પર ગઈ. તેણે જોયુ કે બજારની બંને બાજુ લોકો લાઈનમાં ઊભા છે. લાઈનમાં ઊભેલા લોકોએ પોતાના હાથ પાછળ બાંધી રાખ્યા છે. ડ્રાઈવરને અંદાજો આવી ગયો કે કઈક ખતરનાક થવાનું છે. તેણે તાબડતોબ બસમાં હાજર જવાનોને કહ્યું કે કઈ પણ થાય કોઈ બસની બહાર જશે નહીં.



ખતરો જોતા સીઆરપીએફના ડ્રાઈવરે ઘટનાસ્થળેથી બસને કાઢવાની કોશિશ કરી. આ કોશિશમાં બસનો એક ભાગ કારને અડી ગયો અને ત્યારબાદ કારમાં સવાર ચાર પાંચ લોકો બહાર આવી ગયાં. તથા સીઆરપીએફની બસના ડ્રાઈવરને ગાળો બોલવા લાગ્યાં. બધા વારંવાર ડ્રાઈવરને બસમાંથી બહાર આવવા માટે લલકારી રહ્યાં હતાં. ડ્રાઈવર પહેલેથી જ તેમની ચાલાકી જોઈ ગયો હતો અને કાર સવાર યુવક આ કોશિશમાં નિષ્ફળ ગયા તો તેમણે બૂમો પાડવાનું શરૂ કરી દીધુ કે બસ ડ્રાઈવરે બાળકીને કચડી નાખી.


બસ પછી તો લોકોએ સીઆરપીએફની બસ પર સતત પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ સીઆરપીએફની બસ બનિહાલ માર્કેટમાં જ્યાંથી પસાર થઈ ત્યાં લાઈનમાં ઊભેલા લોકો સતત પથ્થરબાજી કરતા રહ્યાં. બસનો કાફલો જ્યારે બનિહાલ શહેરની બહાર નિકળી ગયો ત્યારે આ પથ્થરમારો બંધ થયો.