નવી દિલ્હી : કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના વિસ્થાપનને 30 વર્ષ થવાના છે. કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી બોલિવૂડ ફિલ્મ શિકારાનો એક ડાયલોગ #HumWapasAayenge હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો પોતાના વીડિયો શેયર કરી રહ્યા છે. ફિલ્મ શિકારા 19 જાન્યુઆરી, 1990ના દિવસે લાખો કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહાર પર આધારિત છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીના દિવસ રિલીઝ થશે. 


નોંધનીય છે કે 19 જાન્યુઆરીના દિવસે કાશ્મીરી પંડિતોના નિર્વાસનને 30 વર્ષ થઈ જશે. આ પહેલાં સોશિયલ મીડિયા પર #HumWapasAayenge ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આકાંક્ષા ભટ્ટે પોતાના ટ્વિટર એકાઉન્ટથી વીડિયો રિલીઝ કરીને લખ્યું છે કે, 'એક કાશ્મીરી પંડિતના જીવનના અનુભવને કોઈ પણ વસ્તુ સામાન્ય ન કરી શકે. જોકે એક આશા છે કે #હમવાપસઆયેંગે'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...