નવી દિલ્હી: રાજકારણમાં થોડી અમથો પણ રસ ધરાવનારા લોકો હવે આજ સાંજને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હશે કારણ કે લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજે પૂરું થઈ રહ્યું છે. ત્યારબાદ તમામ ન્યૂઝ ચેનલ એક્ઝિટ પોલના સર્વે બહાર પાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે એ વાત પણ સાચી છે કે એક્ઝિટ પોલની ભવિષ્યવાણીઓ હંમેશા સાચી સાબિત થતી નથી પરંતુ ચૂંટણી વિશેષજ્ઞોના મતે આ પ્રકારના એક્ઝિટ પોલથી રાજકીય સ્થિતિની સંભાવના અંગે એક આઈડિયા જરૂર મળે છે. વાસ્તવમાં એક્ઝિટ પોલમાં એવું હોય છે કે આ પ્રકારના સર્વે કરનારી એજન્સીઓ મતદારોને પૂછે છે કે તેમણે કોને મત આપ્યો? તે આધાર પર તેઓ પોતાના ચૂંટણી ટ્રેન્ડ/પરિણામોની ભવિષ્યવાણી કરે છે. 


Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...


આ કડીમાં ગત લોકસભા ચૂંટણી 2014ના એક્ઝિટ પોલની ચર્ચા થાય તે સ્વાભાવિક છે. ગત વખતે કઈ ચેનલોએ શું ભવિષ્યવાણી કરી હતી અને તેમાંથી કેટલી સટીક જોવા મળી હતી તે અહીં જાણવું તર્કસંગત છે. 


2014માં અનેક ચેનલોના એક્ઝિટ પોલના પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ પોતાના દમ પર બહુમતનો આંકડો મેળવી લેશે. તેમની આ વાત સાચી પણ સાબિત થઈ. ભાજપના નેતૃત્વમાં એનડીએ અંગે એબીપી ન્યૂઝ-નીલસન, સીએનએન આઈબીએન- સીએસડીએસ, ઈન્ડિયા ટુડે-સિસેરો, ઈન્ડિયા ટીવી-સી વોટર, ન્યૂઝ 24-ચાણક્ય, ટાઈમ્સ નાઉ-ઓઆરજી ઈન્ડિયાએ ક્રમશ: 281, 270-282, 261-283, 289, 340 અને 249 બેઠકોનું અનુમાન કર્યું હતું. એ જ રીતે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ અંગે આ ચેનલો/એજન્સીઓએ ક્રમશ: 97, 92-102, 110-120, 101, 70 અને 148 બેઠકોનું અનુમાન કર્યું હતું. અન્ય પક્ષો અંગે ક્રમશ: 165, 150-159, 150-162, 153, 133, અને 146 બેઠકોનું અનુમાન કરવામાં આવ્યું હતું. 


એનડીએ
આ આંકડાઓનું જો વિશ્ષેલણ કરવામાં આવે તો જાણવા મળે છે કે તમામ સર્વેમાં કહ્યું હતું કે ભાજપને 200થી વધુ બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1998 અને 1999ની ચૂંટણીમાં ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 182 બેઠકોનું હતું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...