એક્ઝિટ પોલ: ત્રિપુરામાં ભાજપની જીતનું અનુમાન, નાગાલેન્ડ-મેઘાલયમાં પણ મજબુત થશે BJP
ત્રિપુરામાં હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ બે એક્ઝિટ પોલના પરિણામોમાં ડાબેરી મોરચાની સરકારની જગ્યાએ ભાજપ સરકાર આવવાની પૂર્વાનુમાન કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: ત્રિપુરામાં હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ બે એક્ઝિટ પોલના પરિણામોમાં ડાબેરી મોરચાની સરકારની જગ્યાએ ભાજપ સરકાર આવવાની પૂર્વાનુમાન કરવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ મેઘાલય અને નાગાલેન઼્ડમાં પણ ભાજપ પોતાની સ્થિતિ મજબુત કરશે. જન કી બાત- ન્યૂઝ એક્સે પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે કે ત્રિપુરામાં ભાજપ-આઈપીએફટી ગઠબંધનને 35થી 45ની વચ્ચે બેઠકો મળી શકે છે. આ બાજુ એક્સિસ માઈ ઈન્ડિયા દ્વારા મતદાન બાદ કરાવવામાં આવેલા પોલમાં આ ગઠબંધનને 44 થી 50 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. બંને પોલમાં ત્રિપુરામાં ડાબેરી મોરચાને ક્રમશ: 14થી 23 બેઠકો અને 9થી 15 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સીવોટરના એક્ઝિટ પોલમાં ત્રિપુરામાં કાંટાની ટક્કર બતાવવામાં આવી છે અને માકપાને 26થી 34 બેઠકો મળવાની સંભાવનાર વ્યક્ત કરાઈ છે. જ્યારે ભાજપ અને તેના સહયોગી દળોને 24થી 32 બેઠકો મળવાનું અનુમાન કરાયું છે. મેઘાલયમાં જન કી બાત-ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલના પરિણામોમાં નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી)ને 23-27 બેઠકો, ભાજપને 8-12 બેઠકો અને કોંગ્રેસને 13થી 17 બેઠકો મળવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. જ્યારે સીવોટર મુજબ કોંગ્રેસને 13-19, એનપીપીને 17-23 અને ભાજપને 4-8 બેઠકો મળી શકે છે.
જન કી બાત-ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલના પરિણામો મુજબ નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપીપીને 276-32 બેઠકોની સાથે એનપીએફ સામે પડકાર ફેંકતા બતાવાયા છે. જેમને 20થી 25 બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસને માત્ર 0-2 બેઠકો મળવાની વાત કરાઈ છે. સીવોટર મુજબ નાગાલેન્ડમાં આ વખતે કોંગ્રેસ માત્ર 0 થી 4 બેઠકો વચ્ચે સમેટાઈ જઈને સત્તામાંથી બેદખલ થઈ શકે છે.
મેઘાલયની 60 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં મંગળવાર (27 ફેબ્રુઆરી)એ કુલ 18.9 લાખ મતદારોમાંથી 67 ટકા મતદારોએ મતદાનના અંતિમ કલાકો સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ સાથે જ સેકડો લોકોએ લાઈનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. નવી દિલ્હીમાં પેટાચૂંટણી આયુક્ત ચંદ્રભૂષણકુમારે કહ્યું કે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.