બેંગલુરૂઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે હવે દલિત મુખ્યમંત્રીની નિમણૂક પર ચર્ચા થઈ રહી છે. તેને લઈને મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મોટુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, હાઈકમાન્ડ પાસેથી મને સાંજ સુધી સુચન મળવાની આશા છે. આ પહેલા કાલે યેદીયુરપ્પાએ કહ્યુ હતુ કે મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસથી ઘણા પ્રકારના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આજે યેદિયુરપ્પાને જ્યારે મીડિયાએ દલિત મુખ્યમંત્રી નિયુક્ત કરવાને લઈને સવાલ પૂછ્યો તો યેદિયુરપ્પાએ કહ્યુ- મને સાંજ સુધી હાઈકમાન્ડની સલાહ મળવાની આશા છે. તમને પણ જાણકારી મળી જશે શું થશે. હાઈકમાન્ડ આ વિશે નક્કી કરશે. મને તેની ચિંતા નથી. 


આ પણ વાંચોઃ CBSE રિઝલ્ટને લઇને મોટી અપડેટ, જાણો ક્યારે આવશે પરીણામની તારીખ


યેદિયુરપ્પાની જગ્યા લેવાના સંબંધમાં કોઈ વાત થઈ નથીઃ જોશી
તો બીજીતરફ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યુ કે, ભાજપના શીર્ચ નેતૃત્વે તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનું સ્થાન લેવા વિશે કોઈ વાતકરી નથી. તેમણે કહ્યું કે, માત્ર મીડિયા આ વિશે વાત કરી રહ્યું છે. જોશીએ કહ્યું કે, તેમને તે વિશે કોઈ જાણકારી નથી કે કેન્દ્રીય નેતૃત્વે યેદિયુરપ્પાને રાજીનામુ આપવાનું કહ્યુ છે. તેમણે તે વાત પર ભાર આપતા કહ્યુ કે, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપ નેતૃત્વ સિવાય સર્વોચ્ચ નેતા પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ આ વિશે નિર્ણય કરશે. 


યેદિયુરપ્પાનું રાજીનામુ આપવાનું નક્કી
સોમવારે પદ પર તેમનો છેલ્લો દિવસ હોવાનો સંકેત આપતા યેદિયુરપ્પાએ હાલમાં કહ્યુ હતુ કે તે 25 જુલાઈએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પાસેથી મળનાર નિર્દેશ અનુસાર તે 26 જુલાઈથી પોતાનું કામ શરૂ કરશે. સોમવારે 26 જુલાઈના યેદિયુરપ્પા સરકારને બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 


આ પણ વાંચોઃ રાજસ્થાનમાં થઇ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ, ધારસભ્યોને આપ્યા નિર્દેશ


શિકારીપુરા સીટથી 8 વખત જીત્યા છે યેદિયુરપ્પા
ઉલ્લેખનીય છે કે શિકારીપુરામાં પુરસભા અધ્યક્ષના રૂપમાં પોતાનું રાજકીય જીવન શરૂ કરનાર યેદિયુરપ્પા પ્રથમવાર વર્ષ 1983માં શિકારીપુરા સીટથી વિધાનસભા પદે ચૂંટાયા હતા અને ત્યાંથી આઠ વખત જીત્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube