લખનઉ  : ઉત્તરપ્રદેશનાં બદાયૂમાં એક ફટાકડાની ફેક્ટ્રીમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસમાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીને તહેવાર હોવાનાં કારણે મોટા પ્રમાણાં ફટાકડાઓ તૈયાર કરવા માટે ફેક્ટ્રીમાં કાચો સામાન પણ ઘણો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફટાકડા બનાવતી ફેક્ટ્રીમાં કારીગરો પણ વધારે લોકો હાજર હતા, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કામ ચાલુ કરી દેવાયું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

ઘટના સ્થળ પર હાજર ફાયરની ગાડીઓ ફેક્ટ્રીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બદાયુ ઘટના અંગે ડીએમને ઘટના સ્થળે પહોંચીને તુરંત જ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરવા માટેનો આદેશ આપ્યો છે. હાલ તંત્રએ ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ દળોને ફરજંદ કર્યા છે.