નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ઉપયોગમાં લેવાયેલો આરડીએક્સ પાકિસ્તાનથી લાવવામાં આવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્ફોટકો નેપાળના રસ્તે ભારતમાં ઘૂસાડવામાં આવ્યાં હતાં. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મદદથી ટ્રેઈન્ડ આતંકીઓને ભારતમાં ઘૂસાડ્યા હતાં. કહેવાય છે કે નેપાળના રસ્તે ઘાતક હથિયારો અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોની મોટી ખેપ ભારતમાં લાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, પાકિસ્તાનને છૂટશે પરસેવો 


નેપાળ બોર્ડર થઈ સંવેદનશીલ
કહેવાય છે કે પાકિસ્તાનની આઈએસઆઈ જમ્મુ અને કાશ્મીરમાં સોશિયલ મીડિયા અને મદરેસાઓ દ્વારા ઈ-ટેરિરિઝમ ફેલાવી રહી છે. કાશ્મીરી બાળકોના બ્રેન વોશ કરીને આતંકવાદી બનાવવામાં આવી રહ્યાં છે. આ ઘટના બાદ ભારત-નેપાળ બોર્ડરને બાંગ્લાદેશની સરહદથી પણ વધુ સંવેદનશીલ ગણવામાં આવી રહી છે. સુરક્ષા સલાહકારોનું માનવું છે કે ભારતે તત્કાળ ભારત-નેપાળ બોર્ડર પર ચોક્કસાઈ વધારવી જોઈએ. 


UN સામે ખુલી પાકિસ્તાનની પોલ
પાકિસ્તાનના મંત્રી શહરયાદ અફ્રિદીના આતંકવાદી હાફિઝ સઈદને સરકારી સુરક્ષા આપવાના વીડિયોથી ઈમરાન ખાનની સરકારની આતંકીઓને સંરક્ષણ આપવાની નીતિનો ખુલાસો થઈ ચૂક્યો છે. પઠાણકોટ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો પુરાવો ઈમરાન ખાન સરકાર પાસે પહેલેથી જ હાજર છે. હવે પાકિસ્તાનને કેટલા પુરાવા જોઈએ. 


જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલાને પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા અંજામ અપાયા બાદથી જ ઈમરાન  ખાનના નવા પાકિસ્તાનની પોલ દુનિયા સામે ખુલી ગઈ છે. દુનિયાભરમાં કુખ્યાત આતંકી મૌલાના મસૂદ અઝહરના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતમાં સુરક્ષા એજન્સીઓ પર હુમલો કર્યો. 


સયુંક્ત રાષ્ટ્ર સહિત દુનિયાભરના રાષ્ટ્રો સામે પાકિસ્તાનના આતંકી ષડયંત્રની પોલ ખુલી ગઈ છે. દુનિયાભરના દેશો આ કરતૂતની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યાં છે. પાકિસ્તાને એક વધુ પાડોશી દેશ ઈરાનની સુરક્ષા એજન્સી ઉપર પણ આતંકી હુમલો કરીને દુનિયાને ડરાવી છે. પુલવામામાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી ડારે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવા માટે લગભગ 80 કિગ્રા આરડીએક્સ વિસ્ફોટકનો ઉપયોગ કર્યો હતો. 


આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 શૂરવીર જવાનો શહીદ થયા. આ આતંકી હુમલાની એજન્સીઓ તપાસ કરી રહી છે. સૂત્રો જણાવે છે કે આટલા મોટા પ્રમાણમાં આરડીએક્સ સ્થાનિક લેવલે લાવવો એ સરળ નથી. પાકિસ્તાને આટલા મોટા પાયે વિસ્ફોટકોની મોટી ખેપ જમ્મુ કાશ્મીરના પુલવામા સુધી સરહદ પારથી મોકલ્યો હશે. 


'જમ્મુ કાશ્મીર બોર્ડર પરથી વિસ્ફોટકોનો આટલો જંગી જથ્થો લાવવો શક્ય નથી'
કાશ્મીર ઘાટીમાં તહેનાત રહી ચૂકેલા સેનાના પૂર્વ બ્રિગેડિયર હેમંત મહાજનના જણાવ્યાં મુજબ પાકિસ્તાન દેશમાં આતંકી ષડયંત્રોને અંજામ આપવા માટે ભારત-નેપાળ સરહદનો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને આઈએસઆઈ એજન્ટોની નેપાળ રસ્તે ભારતમાં ઘૂસણખોરી, ઘાતક હથિયારો અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોની મોટી ખેપ નેપાળ રસ્તે લાવવાની સંભાવનાથી ઈન્કાર થઈ શકે નહીં. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની સરહદે ભારતીય સેના ખુબ ચોક્કસાઈ વર્તી રહી છે જેને કારણે વિસ્ફોટકોના જથ્થા સાથે ઘૂસવું જરાય શક્ય નથી અને પાકિસ્તાની આતંકીઓ સરહદપારથી ગતિવિધિઓને અંજામ આપવા માટે નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશોમાંથી થઈને ભારતમાં આતંકી હુમલાને પાર પાડવા માટે સામગ્રીઓ મોકલી રહ્યાં છે. 


નેપાળ-ભારત સરહદ સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશ, બિહારમાં આઈએસઆઈ એજન્ટોની ગતિવિધિ હાલ વધી છે. જેમની મદદથી વિસ્ફોટકો રોડ માર્ગે ચોરી છૂપે જમ્મુ અને કાશ્મીર સુધી લાવવામાં આતંકી સંગઠન સફળ થઈ રહ્યાં છે. 


રિટાયર્ડ બ્રિગેડિયર હેમંત મહાજને કહ્યું કે ઘાટીમાં સેના ઘૂસણખોરી બંધ કરાવી ચૂકી છે. આટલા મોટા પાયે વિસ્ફોટકોનો જથ્થો સરહદ પારથી બીજા  કોઈ રૂટે જ લવાયો હશે. નેપાળ બોર્ડરનો ઉપયોગ થયો હોઈ શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...