નવી દિલ્હીઃ ભારતીય બેન્કોનું હજારો કરોડ રૂપિયાની લોનની ચુકવણી કર્યા વિના વિદેશ ભાગેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા પોતાના પ્રત્યાર્પણ માટે ચાલી રહેલી સુનાવણીમાં સમાપન દલીલો માટે આજે (મંગળવારે) વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટની કમક્ષ હાજર થયો. આ મામલામાં કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી દીધી છે. કોર્ટની બહાર આવ્યા બાદ વિજય માલ્યાએ મીડિયાને કહ્યું, મારી વિરુદ્ધ મામલો કોર્ટમાં છે, કોર્ટ નક્કી કરશું શું સાચું છે. દેશ છોડીને વિદેશ ભાગવાના સવાલ પર વિજય માલ્યાએ કહ્યું, હું 2015થી જ ઈંગ્લેન્ડમાં વસવા ઇચ્છતો હતો. હું તમામ મુદ્દે સમાધાન કરવા તૈયાર છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 27 એપ્રિલે પાછલી સુનાવણી દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ને બળ મળ્યું હતું જ્યારે જજ આરબથનોટે આ મામલામાં ખાતરી કરી કે ભારતીય અધિકારીઓએ જે પૂરાવા સોંપ્યા છે, તે મામલામાં સ્વીકાર્ય હશે. સીબીઆઈએ બ્રિટનની કોર્ટને ઘણા પૂરાવા આપ્યા છ, જેમાં આઈડીબીઆઈ બેન્કના પૂર્વ મેનેડિંગ ડિરેક્ટર બી કે બત્રા વિરુદ્ધ ષડયંત્રનો મામલો પણ સામેલ છે. બત્રાનો કોર્ટાં મામલામાં નવા ખલનાયક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



ભારતીય અધિકારીઓએ ષડયંત્રનો જે મામલો રજૂ કર્યો છે, તે અનુસાર બત્રાએ કથિત રીતે માલ્યા સાથે સાઠગાંઠ કરી હવે બંધ થઈ ચુકેલી કિંગફિશર એરલાયન્સને કોઇપણ યોગ્ય સાવધાની વગર લોનની મંજૂરી અપાવી. 



જો ન્યાયાધીશ ભારત સરકારના પક્ષમાં ચુકાદો આપે તો અલગ પ્રત્યાર્પણ કાર્યવાહીમાં બ્રિટનના ગૃહપ્રધાને બે મહિનાની અંદલ માલ્યાના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરવા પડશે. પરંતુ બંન્ને પક્ષોની પાસે મેજીસ્ટ્રેટ કોર્ટના નિર્ણય વિરુદ્ધ બ્રિટનની ઉપરી કોર્ટમાં અપીલ દાખલ કરવાની તક હશે.