Gujarat Weather Forecast 25th September 2023: દેશભરના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થઈ ગયું છે. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદે ખુબ તબાહી પણ મચાવી છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદને લઈને પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જણાવ્યું છે કે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ હવામાન ખાતાએ દિલ્હીમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહેવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન બિહાર, ઝારખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આઈએમડીએ પોતાના બુલેટિનમાં પૂર્વ ભારતમાં આવારા દિવસોમાં મોનસૂન પૂર્વાનુમાનમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ હવામાન ખાતાએ બિહારમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા વ્યકત  કરી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે. હરિયાણા અને પંજાબમાં કેટલેક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


ગુજરાતમાં વરસાદની  આગાહી
એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, 29 સપ્ટેબરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબુત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો દરિયા કિનારા ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 25 સપ્ટેમ્બરે સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાત રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રિઝિયનમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના આંકડા કહે છે કે, દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના 60 ટકા ભાગમાં વરસાદ જોવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. ઉત્તર ભારથી એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો, તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાઈક્લોનિક સરક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube