નવી દિલ્હી: ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને કથિત સંલિપ્તતાવાળા ઉન્નાવ બળાત્કાર અને હત્યા કેસના પ્રત્યક્ષદર્શીમાંથી એકનું મોત નિપજ્યું છે ત્યારબાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે તેની પાછળ કાવતરાની વાસ આવી રહી છે. કથિત બળાત્કારના મામલે તપાસ કરી રહેલી સીબીઆઇએ કહ્યું કે સાક્ષીઓની સુરક્ષા રાજ્ય પોલીસની જવાબદારી છે અને કેંદ્રીય એજન્સીના કાર્યક્ષેત્રમાં આવતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સીબીઆઇ સાથે શેર કરેલી જાણકારી અનુસાર યૂનુસ નામનો સાક્ષી ગત થોડા દિવસોથી કથિત રીતે બિમાર હતો. તે માખી ગામમાં પરચૂણની દુકાન ચલાવતો હતો. પીડિતા અને ધારાસભ્ય પણ આ ગામમાં રહે છે. તેમણે જણાવ્યું કે તે તેણે થોડા દિવસોથી લીવર સંબંધી બિમારી હતી અને ગત અઠવાડિયે તેનું મોત નિપજ્યું હતું. જર્મનીમાં રાહુલ ગાંધીએ ટ્વિટર પર આરોપ લગાવ્યો કે મુખ્ય સાક્ષીનું 'રહસ્યમય પરિસ્થિતિઓમાં મોત થયું' અને 'લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બિના જ તેને ઉતાવળમાં દફનાવી દેવામાં આવી.'


રાહુલ ગાંધીએ સમાચારને રિટ્વિટ કરતાં કોમેંટમાં લખ્યું કે 'ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરની સંલિપ્તતાવાળા ઉન્નાવ બળાત્કાર તથા હત્યાના મામલે મુખ્ય પ્રત્યક્ષદર્શીનું રહસ્યમય રીતે મોત અને પોસ્ટમોર્ટમ વિના ઉતાવળમાં દફનાવવાથી કાવતરાની વાસ આવે છે. શું 'આપણી પુત્રીઓ માટે ન્યાય'ની તમારી આ રીતે છે, શ્રીમાન 56?


યૂનુસ સીબીઆઇના તે કેસમાં એક સાક્ષી હતો જે ધારાસભ્ય અતુલ સિંહ સેંગરના ભાઇ અને અન્ય ચાર દ્વારા બળાત્કાર પીડિતાના પિતાની મારઝૂડ કરવા સંબંધી જોડાયેલો હતો. આ મારઝૂડથી પીડિતાના પિતાનું મોત નિપજ્યું હતું. 


બળાત્કાર પીડિતાના પિતાનું જેલમાં મોત નિપજ્યું હતું જ્યાં તેને આર્મ્સ એક્ટના ખોટા આરોપો હેઠળ રાખવામાં આવ્યો હતો. ઉન્નાવમાં સફીપુરના મંડળ અધિકારી વિવેક રંજન રાયે જણાવ્યું હતું કે યૂનુસનો મોત શનિવારે લીવર સિરોસિસના લીધે થયું હતું. રંજન રાયે કહ્યું કે તેની કાનપુર, ઉન્નાવ અને લખનઉમાં સારવાર ચાલી રહી હતી. પરિવારના સભ્યો પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા ન હતા. તેમણે જણાવ્યું કે યુનૂસ ત્રણ મહિનાથી પથારીવશ હતો અને તેનું મોત ઘરે સારવાર દરમિયાન થયું.''


ઉત્તર પ્રદેશ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે યૂનુસના પરિવારે પોલીસને નિવેદન આપ્યું હતું કે 2013થી લીવરની બિમારીથી ગ્રસ્ત હતો અને તેનું મોત બિમારીના લીધે થયું. તેમણે જણાવ્યું કે યૂનુસ દ્વારા કરાવવામાં આવેલા સારવાર સંબંધી દસ્તાવેજો પણ પોલીસે પ્રાપ્ત કર્યા છે. ગુરૂવારે બળાત્કાર પીડિતાના કાકાએ ઉન્નાવના પોલીસ અધિક્ષકને એક પત્ર લખીને લાશના પોસ્ટમોર્ટમની માંગ કરી હતી જેથી યોગ્ય કારન જાણી શકાય.