નવી દિલ્હી: FabIndia કંપનીના 'Jashn-e-Riwaaz' અભિયાને હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયા પર સવારથી જ #BoycottFabIndia ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વિવાદ કપડાં, ઘરની સજાવટ અને જીવનશૈલી ઉત્પાદનો સાથે સંબંધિત કંપની ફેબ ઇન્ડિયાનું ટ્વીટ હતું - 'અમે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ. ફેબ ઇન્ડિયા તરફથી 'જશ્ન-એ-રિવાઝ' કલેક્શન રજૂ છે. પરંતુ રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો પણ દિવાળીને 'જશ્ન-એ-રિવાઝ' કહેવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે. ટ્વીટર પર ફેબ ઇન્ડિયાનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.


તેજસ્વીએ બહિષ્કારની કરી માંગ
આ મુદ્દે બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya) એ પણ ટ્વીટ કર્યું છે. તેજસ્વીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'દિપાવલીનો તહેવાર 'જશ્ન-એ-રિવાઝ' નથી. તેનો વિરોધ કરવો જોઈએ અને બહિષ્કાર કરવો જોઈએ. ફેબ ઈન્ડિયા જેવી કોઈપણ બ્રાન્ડને આવા કૃત્ય માટે આર્થિક નુકસાન સહન કરવું જોઈએ.


ગુરમીત રામ રહીમ સિંહને આજીવન કેદની સજા, સેવાદાર રણજીત મર્ડર કેસમાં આવ્યો નિર્ણય


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube