અમદાવાદ : ટેક્નોલોજીની દુનિયામાં સતત હલચલ મચાવનારૂ ફેસબુક હવે નવા ફેરફારો કરવાનું છે. ફેસબુકે ટેક્નોલોજીનાં 7 નવા પેટન્ટ માટેની અરજી દાખલ કરી છે. જો આ 7 પેટન્ટ ફેસબુકને મળી જાય છે તો તેનાં દરેક પગલા પર હવે તેની નજર રહેશે. શક્ય છે કે, તમારા ઘરમાં રહીને તમે શું કરો છો તે ફેસબુકને ખ્યાલ હશે. 2012માં જાહેરમાં આવ્યા બાદથી જ ફેસબુકે હજારો પેટન્ટ માટે અરજી કરી. આ પેટેંટમાંથી એક છે ફોરવર્ડ ફેન્સિંગ કેમેરા, તેનાંથી ફેસબુક તમારા એક્સપ્રેશન્સ સુધી પહોંચ બનાવશે. પોતાની ન્યૂઝ ફીડ પર શું જોઇને તમે શું બોર થઇ રહ્યા છો અથવા સરપ્રાઇઝ છે આ માહિતી પણ ફેસબુક પાસે હશે. 
શું ભાળ મેળવશે ફેસબુક
એક અન્ય પેટંટની વાત કરીએ તો તમારા ફોનનાં માઇક્રોફોન દ્વારા ફેસબુક તે જાણી લેશે કે તમે કયો ટીવી શો જોઇ રહ્યા છે. તમે કોની સાથે વાત કરી રહ્યા છો. આ ખુબ જ ચોંકાવનારૂ છે, પરંતુ રસપ્રદ પણ. સાથે જ તમે લગ્ન કરી રહ્યા છો, તમારી સામાજિક આર્થિક સ્થિતી શું છે અને તમે કેટલો આરામ કરો છો. આ તમામમી માહિતી ફેસબુક પાસે હશે. ફેસબુકનાં સૈંકડો પેટેન્ટ અરજીનાં રિવ્યુ પરથી જાણવા મળે છે કે કંપની પોતાનાં યુઝરની દરેક માહિતીને ટ્રેક કરવા માંગે છે. તમે કહ્યું છે, કોની સાથે છે, કયા રિલેશનશિપ છે કે હી. કઇ બ્રાંડ અને રાજનેતાઓ અંગે તમે ચર્ચા કરો છો. આ તમામમાં ચોંકાવનારૂ છે કે કંપનીએ આ વાતની પેટન્ટ માટે અરજી કરી છે, જેનાં કારણે તે જાણી શકે છે તમારો મિત્ર ક્યારે મરનારો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રિલેશનશિપ જાણવું
ફેસબુકે જે પહેલી પેટન્ટ માટે અરજી કરી છે તે છે કે તમે કોઇ રોમેન્ટીક રિલેશનશિપમાં છો કે નહી. આ પેટેન્ટનાં આધાર પર ફેસબુક આ માહિતી એકત્ર કરશે કે તમે બીજા યુઝરનું પેજ કેટલીવાર જોયું. તમારી પ્રોફાઇલ પિક્ચરને કેટલા લોકોએ જોઇ અને કેટલા ટકા મિત્રો કઇ જેન્ડરનાં છે. 

2. વ્યક્તિનું વર્ગીકરણ કરવુ
બીજી પેટન્ટથી તમારી પોસ્ટ અને મેસેજ દ્વારા તે માહિતી મેળવવામાં આવશે કે તમારું વ્યક્તિત્વ કેવું છે. આ તમને વિવાદ, મુક્તપણું અથવા ભાવનાત્મક સ્થિરતાની ડિગ્રીનું નિર્ધારણ કરવા માટે ઉપયોગ થાય છે. ત્યાર બાદ તે વિશેષતાઓનો ઉપયોય કરીને તે સુનિશ્ચિત કરવામાં આવશે કે તમને કયા ન્યૂઝ અથવા જાહેરાત દેખાડવામાં આવી શકે છે. 

3. ભવિષ્યની ભવિષ્યવાણી
આ પેટેંટ દ્વારા પોસ્ટ અને મેસેજનો ઉપયોગ કરતા તમારા ભવિષ્યની માહિતી પ્રાપ્ત કરામાં આવી શકશે. સરળ ભાષામાં સમજીએ તો ફેસબુક તે માહિતી મેળવશે કે તમારી ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન કેવું છે. તમારું લોકેશન શું છે અને તમારા જીવનમાં કોણ સૌથી મહત્વનાં પડાવ આવવાનાં છે જેમ કે તમારો જન્મ દિવસ, મૃત્યુ અને ગ્રેજ્યુએશન ક્યારે પુરૂ થશે. 

4 કેમેરાની ઓળખ
આગામી પેટેંટ દ્વારા ફેસબુક તમારા કેમેરાની પણ ઓળખ કરશે. તેનાં કારણે તમારી તસ્વીરનું વિશ્લેષણ થઇ શકશે. તેનાં માટે એક યૂનિક કેમેરા સિગ્નેચર તૈયાર કરવામાં આવશે. તેનાંથી તે પણ જાણળવા મળી શકશે કે તમારા ફોન દ્વારા લેવાયેલી તસ્વીરને કોઇ અન્ય વ્યક્તિ અપલોડ કરી રહ્યો છે. ભલે પછી તમે એક બીજા સાથે પહેલાથી કનેક્ટેડ હો. તમારા અને તમારા મિત્રોની વચ્ચે એફિનિટીનું અનુમાન લગાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે કે તમે કેટલી વાર એક જ કેમેરાનો ઉપયોગ કર્યો છે. 

5. માહોલની માહિતી
તેના કારણે પેટેંટથી તમારા ફોનનાં માઇક્રોફોન દ્વારા ફેસબુક તે માહિતી મેળવશે કે તમે કયો ટીવી શો જોઇ રહ્યા છે. શું તમારી જાહેરાતનું મ્યુટ કરી દો છો. તેનાં માટે ઇલેક્ટ્રીકલ ઇન્ટરફેસ પેટર્નની મદદથી તે પણ માહિતી મળશે કે પ્રયાસ હશે કે ટીવી પર કયો શો ચાલી રહ્યો છે. 

6. તમારી દિનચર્યાની માહિતી રાખવી
એક અન્ય પેટન્ટમાં તમારી દિનચર્યાને ટ્રેક કરવાનો પ્રસ્તાવ છે. તેની મદદથી બીજા યુઝર્સને નોટિફિકેશન મોકલીને દિનચર્યા સુધારવાની માહિતી આપવામાં આવી શકશે. તે ઉપરાંત તમે ક્યાં રહો છો અને તેના માટે તમારા ફોનનું લોકેશન પણ ચેક કરવામાં આવી શકશે. 

7 તમારી આદતો જાણવી
આ પેટન્ટમાંતમારા ફોનની લોકેશન સાથે તમારા મિત્રનાં ફોનનાં લોકેશનની પણ માહિતી રાખવામાં આવી શકશે. આ સાથે જ તમે સૌથી વધારે સમય વિતાવો છો તેનાંથી તે માહિતી મળશે કે તમે કેટલો સમય સુઇ રહો છો, કેટલા મોડા સુવો છો અને તમે ફોનનો કેટલો ઉપયોગ કરો છો વગેરે માહિતી મળશે.