નવી દિલ્હીઃ હવે એટીએમમાંથી રૂપિયાની જેમ અનાજ કાઢવાની સુવિધા પણ મળશે. આ સાચી વાત છે. અત્યાર સુધી તમે માત્ર એટીએમમાંથી માત્ર રૂપિયા કાઢ્યા હશે, પરંતુ હવે એવી સુવિધાની શરૂઆત થવા જઈ રહી છે જેના દ્વારા એટીએમથી અનાજ પણ મેળવી શકાશે. સરકાર રાશન ડેપો પર એટીએમ દ્વારા રાશન ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના આ રાજ્યમાં શરૂ થશે સુવિધા
ઓડિશા સરકાર રાશન ડેપો પર એટીએમ દ્વારા રાશન ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહી છે. ઓડિશામાં જલદી રાશન ડેપો પર ગ્રેન એટીએમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓડિશામાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ ગ્રેન એટીએમ લગાવવામાં આવશે. 


આ પણ વાંચોઃ ફેક્ટ ચેકના નામ પર નફરત ફેલાવનાર વિરુદ્ધ થશે કાર્યવાહી, સંસદમાં બોલ્યા અનુરાગ ઠાકુર


કઈ રીતે કામ કરશે ગ્રેન એટીએમ
આ ગ્રેન એટીએમમાં રાજ્યના લાભાર્થીઓએ આધાર નંબર અને રાશન કાર્ડ નંબર એન્ટર કરવો પડશે અને ત્યારબાદ એટીએમમાંથી અનાજ નિકળી જશે. રાજ્ય સરકાર તેને પાયલટ પ્રોજેક્ટ હેઠળ સૌપ્રથમ ભુવનેશ્વરમાં લગાવવાની યોજના બનાવી રહી છે. 


તમામ જિલ્લામાં લગાવવામાં આવશે ગ્રેન એટીએમ
ઓડિશા વિધાનસભામાં ખાદ્ય આપૂર્તિ તથા ઉપભોક્તા કલ્યાણ મંત્રી અતનુ સબ્યસાચીએ કહ્યુ કે ઓડિશામાં લાભાર્થીઓને ગ્રેન એટીએમ દ્વારા રાશન આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં શહેરી વિસ્તારમાં આ એટીએમ સ્થાપિત કરવામાં આવશે. સાથે આગામી તબક્કામાં પ્રદેશના તમામ જિલ્લામાં ગ્રેન એટીએમ લગાવવાની યોજના બનાવવામાં આવી છે. 


આ પણ વાંચોઃ કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં, એલજીએ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો; આપ્યું કારણ  


આપવામાં આવશે વિશેષ કોડ
ગ્રેન એટીએમથી રાશન લેવા માટે પ્રદેશમાં લોકોને એક વિશેષ કોડ કાર્ડ પણ આપવામાં આવશે. ગ્રેન એટીએમ મશીન સંપૂર્ણ રીતે ટચ સ્ક્રીન હશે. જેમાં બાયોમેટ્રિક સુવિધા રહેશે. અહીં લાભાર્થીઓએ પોતાનો આધાર નંબર અને રાશન કાર્ડ નંબર દાખલ કરવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube