Fact Check: `કોરોનાના કારણે દેશમાં લાગશે લોકડાઉન`, જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ
Fact Check News: ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિત અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે. જેને જોતા ભારતમાં પણ ખુબ સાવધાની વર્તવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સતર્ક રહેવાનું કહ્યું છે. ચીન સહિત અનેક દેશોના મુસાફરો માટે આરટી પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ ફરજિયાત કરાયો છે. આ બધા વચ્ચે દેશમાં અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાય છે કે કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગશે અને આગામી 20 દિવસ સુધી શાળા/કોલેજો બંધ રહેશે. આ વાયરલ ખબરને પીઆઈબી ફેક્ટ ચેક યુનિટે ફેક ગણાવ્યો છે.
Video: ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, રસ્તાઓ પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર!
અંજલીનું માથું ફાટવાની સાથે હાડકાં આવી ગયા હતા બહાર, શરીરનું દરેક અંગ હતું લોહીલુહાણ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ નેતાનું નામ સૌથી આગળ, ગુજરાત સાથે છે કનેક્શન
કોરોના અંગે સરકાર સતર્ક
કોરોનાના વધતા ખતરાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડથી ભારતના કોઈ એરપોર્ટ પર પોહંચી રહેલા મુસાફરો માટે કોવિડનો નેગેટિવ ટેસ્ટ ફરજિયાત છે. તેમાં કહેવાયું હતું કે ભલે તેમણે મૂળ રીતે કોઈ પણ દેશથી મુલાફરી કરી હોય.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube