હનુમાન જયંતિના અવસર પર કાનપુરના એક મંદિરમાં ભક્તોની અણધારી ભીડ પાછળ એક વાયરલ વીડિયો કારણભૂત છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે હનુમાન મંદિરમાં સ્થાપિત હનુમાનની મૂર્તિની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. આટલું જ નહીં, પ્રતિમાની સામે એક પોલીસ અધિકારી પણ જોવા મળે છે. આ વીડિયો પછી અહીં ભક્તોની અવરજવર વધી ગઈ. અહીં, વિડીયો વાયરલ થયા બાદ અધિકારીઓ તાત્કાલિક દોડયા હતા. જ્યારે અધિકારીઓએ જાતે ઘટનાસ્થળે પહોંચી ઘટનાક્રમની તપાસ કરી તો વીડિયોમાંના દાવાઓ પાયાવિહોણા હોવાનું જણાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલો કાનપુર મહાનગરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારના કોયલા નગરનો છે. જ્યાં ચોકીના પરિસરમાં હનુમાન મંદિર બનેલું છે. વીડિયોમાં પોસ્ટના સબ ઈન્સ્પેક્ટર પણ સામે જોવા મળી રહ્યા છે. ઈન્સ્પેક્ટરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેઓ પૂજા કરવા મંદિર પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે જોયું કે હનુમાનજીની મૂર્તિમાંથી આંસુ નીકળી રહ્યા હતા. આ સમાચાર મળતા જ આ વિસ્તારમાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોઈએ રડતી મૂર્તિનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જે બાદ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની તપાસ કરી હતી.


હનુમાન ચાલીસા કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક નહીં પરંતુ આટલી વાર કરવો જોઈએ પાઠ


200 વર્ષ જૂના આ હનુમાન મંદિરમાંથી કોઈ ગયું નથી ખાલી હાથે પાછું


સૂર્ય ગ્રહણ પહેલાં મેષ રાશિમાં બનશે બુધાદિત્ય યોગ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube