નવી દિલ્હી : કોરોના વાયરસ (Corona Virus) સંકટના સમયે સોશિયલ મીડિયા(Social Media) પર અફવાઓનું બજાર ગરમ રહે છે. ફેસબુક (Facebook)થી માંડીને વ્હોટ્સએપ સુધી અનેક ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, આ વાયરલ મેસેજનું સત્ય પીઆઇબીની ફેક્ટ ચેક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતામાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, મેક્સ હોસ્પિટલમાં દાખલ 


કોરોના વાયરના સતત વધી રહેલા કેસની વચ્ચે સરકારે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલય માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. વાયરલ થઇ રહેલા સર્કુલરમાં કર્મચારીઓ માટે કેટલીક સાવધાનીઓ  જણાવવામાં આવી છે. જેમ કે કર્મચારીઓ હળવી ઉધર, તાવ કે કફ જેવા લક્ષણ હોય તો તેઓ ઘરે જ રહે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા કર્મચારીઓ ઘરથી જ કામ કરશે. જ્યા સુધી તેમનો વિસ્તાર કટેનમેન્ટ જોનની શ્રેણીથી બહાર નથી આવી જતું. સર્કુલરમાં લખવામાં આવ્યું છે કે, એક દિવસમાં 20થી વધારે કર્મચારી/અધિકારી ઓફીસમાં હાજર ન હોય. આ દ્રષ્ટીએ કર્મચારીઓનું રોસ્ટર બને. બાકીના કર્મચારીઓ સાથે જ કામ કરે. 


21 જૂનના રોજ સર્જાશે સૂર્ય ગ્રહણ, જાણો શું છે સમય અને ક્યાં જોવા મળશે

સર્કુલરમાં કર્મચારીઓને માસ્ક અને શીલ્ડ પહેરવાની સાથે હાથ ધોવા અને જરૂરી સામાનો જેવી એક રિમોટ, કોમ્પ્યુટરનાં કી બોર્ડ, માઉસ વગેરે દર કલાકે સેનેટાઇઝ કરવા માટેના નિર્દેશ પણ અપાયા છે. 


કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો, જાણીને તમને મળશે ખુબ રાહત

શું છે સત્ય
પીઆઇબીની ફેક્ટ ચેક ટીમના અનુસાર આ મેસેજ તંત્ર સુધાર અને લોક ફરિયાદ વિભાગ (DARPG) એ બહાર પાડ્યો છે. તે ભારત સરકારની ઓફીસો પર લાગુ પડતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube