નવી દિલ્હીઃ ભારત સરકારના પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને મોદી સરકારના કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તેમનું પૂરુ નામ સુબ્રમણ્યમ જયશંકર છે. જયશંકર અમેરિકા, ચીન સહિત આસિયાનના વિભિન્ન દેશોની સાથે ઘણી કુટનીતિક વાતચીતનો ભાગ રહી ચુક્યા છે. તેમને મોદીના નજીક અને ચીન એક્સપર્ટના રૂપમાં ઓળખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં જન્મ, પ્રમુથ ઇતિહાસકારના ભાઈ
સુબ્રમણ્યમ જયશંકરનો જન્મ 15 જાન્યુઆરી 1957માં દિલ્હીમાં થયો હતો. તેઓ જાણીતા ઈતિહાસકાર સંજય સુબ્રમણ્યમ અને ભારતના પૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ એસ વિજય કુમારના ભાઈ છે. પરિવારમાં પત્ની ક્યોકો અને ત્રણ બાળકો છે. હાલમાં જયશંકર ટાટા સમૂહના વૈશ્વિક કોર્પોરેટ મામલામાં પ્રમુખ છે. 


2012માં મોદીને મળ્યા હતા
જયશંકર અને મોદીની ઓળખ તેમના પીએમ બન્યા પહેલા બનવા લાગી હતી. 2012માં જ્યારે મોદી ગુજરાતના સીએમના રૂપમાં ચીનના પ્રવાસે હતા, તે દરમિયાન જયશંકર તેમને મળ્યા હતા. કહેવામાં આવે છે કે મનમોહન સિંહ 2013માં જ તેમને વિદેશ સચિવ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ ફરી તેમણે સુજાતા સિંહની પસંદગી કરી હતી. પરંતુ પછી મોદી પીએમ બન્યા બાદ સુજાતા બાદ જયશંકરની આ પોસ્ટ માટે પસંદગી કરી હતી. એસ જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ રહ્યાં હતા. 


ચીન એક્સપર્ટ, ક્રાઇસિસ મેનેજર
જયશંકરે વિદેશ સચિવના રૂપમાં અમેરિકા, ચીન સહિત બાકી દેશોની સાથે પણ મહત્વપૂર્ણ વાતચીતોમાં ભાગ લીધો હતો. ચીનની સાથે 73 દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદનો ઉકેલ લાવવામાં પણ જયશંકરે મહત્વનો રોલ નિભાવ્યો હતો. આ પહેલા 2010માં ચીન દ્વારા જમ્મૂ કાશ્મીરના લોકોને સ્ટેપલ વીઝા આપવામાં આવતા હતા. આ પોલિસીમાં ફેરફાર કરવામાં પણ જયશંકરનો મહત્વનો રોલ રહ્યો હતો. 


જયશંકર 1977 બેન્ચના આઈએફએસ અધિકારી છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા પરમાણુ સમજુતીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જયશંકર તેવા રાજદ્વારીઓમાંથી એક છે, જેને ચીન, અમેરિકા અને રૂસ ત્રણેય દેશોમાં કામ કરવાનો અનુભવ છે.