નવી દિલ્હી: દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત બધા લોકો જાણે છે, પરંતુ ઘણા લોકો તેનું સેવન કરે છે. હવે દરેક જણ ખુશીના અવસર પર લોકો દારૂનું સેવન કરે છે, જે રાજ્યોમાં દારૂ બેન છે, ત્યાં અલગ અલગ જુગાડ વડે લોકો દારૂ ખરીદે છે. એટલું જ નહી ઘણા લોકો દારૂ પર લગાવેલા પ્રતિબંધનો ખોટો માને છે અને તેમનો તર્ક હોય છે કે તેમને અધિકાર છે કે તે કંઇપણ ખાઇ અને કંઇપણ પી શકે ચેહ. શું દારૂ માટે પણ આવું જ છે, શું દારૂ પીવો તમારો અધિકારી છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને જણાવીશું કે શું ખરેખર દારૂ પીવો તમારો મૌલિક અધિકાર છે, જેને પીવાથી તમને રોકી ન શકાય. જાણીએ કોર્ટના આ ચૂકાદા વિશે, જે કોર્ટે મૌલિક અધિકાર ગણાવતાં આપ્યા છે...

UP: ઢેલના ઇંડા ચોરી કરીને આમલેટ ખાધી, 7 વર્ષની થઇ શકે છે જેલ


શું ખરેખર છે મૌલિક અધિકાર
જો સીધા શબ્દોમાં કહીએ તો દારૂ પીવો મૌલિક અધિકાર નથી. કોર્ટે ઘણીવાર ચૂકાદામાં સ્વિકાર્યું છે કે દારૂ પીવો મૌલિક અધિકારની શ્રેણીમાં નથી અને રાજ્ય તેના વેચાણને પોતાના મુજબ કંટ્રોલ કરી શકે છે. જ્યારે વર્ષ 1960માં ગુજરાતે બોમ્બે પ્રોહિબિએશન એક્ટ 1949 ને યથાવત રાખ્યો હતો, જેના હેઠળ દારૂને બેન કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ આ એક્ટની સેક્શન 12 અને સેક્શન 13 માં સ્ટેટને અધિકાર આપ્યો છે કે કે તે પોતાના મુજબ દારૂના વેચાણને કંટ્રોલ કરી શકે છે. 


જોકે આ ઉપરાંત ઇંડસ્ટ્રીયલ કાર્યો માટે દારૂના વેચાણને અલગ રાખવામાં આવ્યું છે, એવામાં બેન લગાવેલા રાજ્યોમાં ઇંડસ્ટ્રીયલ કાર્યો માટે દારૂની ખરીદી કરી શકાય છે. તેમાં દારૂ પીવાની મનાઇ છે. અમ તો આર્ટિકલ 19 (1) (G) કહે ચે કે કોઇપણ વ્યક્તિ પોતાની મુજબ કોઇપણ વેપાર કરી શકે છે, પરંતુ ઘણી વસ્તુઓને તેનાથી દૂર રાખવામાં આવી છે, જે સમાજ માટે વિરૂદ્ધ હોય. તો બીજી તરફ આર્ટિકલ 47 મુજબ સ્ટેટ દારૂ પર બેન લગાવવાનો નિર્ણય લઇ શકે છે અને તેમાં સ્ટેટને જવાબદારી છે કે તે સ્ટેટમાં હેલ્થને કોઇપણ નિર્ણય લઇ શકે છે.  

Pulse Oximeter-BP Machine ના ભાવમાં થશે ભારે ઘટાડો, આ પ્રકારે નક્કી થશે કિંમત


કેરલમાં કંઇક અલગ છે નીતિ
જ્યાં સુધી સ્ટેટને આપવામાં આવેલા અધિકારની વાત કરીએ તો દરેક રાજ્ય પોતાના મુજબથી નીતિ બનાવી શકે છે. એવામાં કેરલમાં 2-3 સ્ટારની હોટલોમાં દારૂના વેચાણની મનાઇ છે. પરંતુ 4-5 સ્ટારમાં દારૂનું વેચાણ કરી શકાય છે. કારણ કે સરકાર માને છે કે ત્યાં માહોલ સુરક્ષા અલગ છે. જ્યારે આ નીતિને પડકાર ફેંકવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટએ તેને પણ યથાવત રાખ્યો, જેના આધારે કેરલની અલગ નીતિ છે. આમ તો જ્યારે બિહારમાં પણ બેન લગાવી દીધો તો આ નિર્ણયને ઘણા પડકાર મળ્યા, પરંતુ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ રાજ્યોના અધિકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube