મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: ફડણવીસ અને પવાર આજે દિલ્હીમાં, કોણ બનાવશે સરકાર?
મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તાને લઈને ચાલી રહેલી ખેંચતાણનો રેલો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. આજે બધાની નજર દિલ્હી પર રહેશે. સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા સંકટ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને મળવાના છે. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) દિલ્હી આવીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરવાના છે. એવું મનાઈ રહ્યું છે કે શિવસેનાના સરકાર બનાવવાના સંદેશ પર ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી આવી રહ્યાં છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તાને લઈને ચાલી રહેલી ખેંચતાણનો રેલો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. આજે બધાની નજર દિલ્હી પર રહેશે. સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા સંકટ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને મળવાના છે. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) દિલ્હી આવીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરવાના છે. એવું મનાઈ રહ્યું છે કે શિવસેનાના સરકાર બનાવવાના સંદેશ પર ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી આવી રહ્યાં છે.
મહારાષ્ટ્ર: દિગ્ગજ નેતાએ કહ્યું- 'અમારી પાસે 170 MLAનું સમર્થન, આગામી CM શિવસેનાનો જ બનશે'
જો કે અધિકૃત રીતે ફડણવીસના દિલ્હી પ્રવાસનું કારણ એવું જણાવાઈ રહ્યું છે કે તેઓ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી પાકને પહોંચેલા ભારે નુકસાન અંગે કેન્દ્ર સરકારને જાણ કરવા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે રાહતની માગણી માટે આવી રહ્યાં છે. પરંતુ એવું પણ મનાઈ રહ્યું છે કે ફડણવીસ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અંગે શાહ સાથે ચર્ચા કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યે 10 દિવસ વીતી ગયા છે પરંતુ સરકાર બનાવવાને લઈને હજુ સુધી કઈ સ્પષ્ટ નથી. 24 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...