લખનઉઃ ઉત્તર પ્રદેશ  (UP) માં રામની નગરી અયોધ્યામાં રામ મંદિર (Ram Temple) ના નિર્માણની સાથે-સાથે ત્યાંની કાયાકલ્પ થઈ રહી છે. આ કડીમાં હવે ફૈઝાબાદ રેલવે જંક્શનને લઈને મોટો નિર્ણય થયો છે. જાણકારી પ્રમાણે ફૈઝાબાદ રેલવે સ્ટેશન (Faizabaad Junction) નું નામ અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન (Ayodhya Cantt) રાખવાનો નિર્ણય થઈ ગયો છે. એટલે કે તે વાત પર મહોર લાગી ગઈ છે કે જલદી આ સ્ટેશન અયોધ્યા કેન્ટના નામથી ઓળખવામાં આવશે.


રાજ્ય સરકારે આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે કેટલાક મહિના પહેલા આ સંદર્ભમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) મંજૂરી આપી દીધી છે. હકીકતમાં રામ મંદિર મોડલ અનુસાર અયોધ્યા રેલવે સ્ટેશનને ભવ્યતા આપવામાં આવી રહી છે. તે પ્રસ્તાવની સાથે અયોધ્યા નજીક આવેલા જિલ્લા દરિયાબાદ બારાબંકી પર સુવિધા વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube