અસલી બોટલ.. નકલી દવા ! કેન્સરની દવાઓના નામે લોકોના જીવ સાથે રમત, થઈ જજો સાવધાન
જો તમે કે પછી તમારા પરિવારમાં કોઈ કેન્સરની સારવાર કરાવતું હોય તો થઈ જજો સાવધાન... તમે પણ ક્યાંય કેન્સરની દવાના નામે નથી લઈ રહ્યા ને નકલી દવા...? આવું એટલા માટે કહીએ છીએ, કારણ કે દિલ્લીમાંથી એક ગેંગ પકડાઈ છે, જે 100 રૂપિયાની દવાને કેન્સરની બાટલીમાં ભરી લાખો રૂપિયામાં વેચાણ કરતી હતી અને નકલીના આ ખેલમાં કરતી હતી લોકોના જીવ સાથે રમત...
દિલ્લી ક્રાઈમબ્રાંચે નકલી દવા બનાવતી ગેંગને ઝડપી પાડીને આંતરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે... કેન્સરની સારવારમાં વપરાતા મોંઘાદાટ ઈન્જેક્શનોના બદલે લોકોને નકલી દવા ભરીને આપતી ટોળકીના આઠ લોકોને ઝડપી લેવાયા છે.. જેમા દિલ્લીની કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓની પણ સંડોવણી છે.. આ ટોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન અને અમેરિકામાં પણ નકલી દવાઓ સપ્લાય કરીને લોકોના જીવ સાથે રમત કરતી હતી... જોકે દિલ્લી ક્રાઈમબ્રાંચે 3 મહિનાની સઘન તપાસ બાદ આ ગેંગનો પર્દાફાશ કર્યો છે... જેમા આરોપીઓ પાસેથી 89 લાખ રૂપિયા રોકડ, 1800 અમેરિકી ડોલર, 4 કરોડની કિંમતની 7 આંતરરાષ્ટ્રીય અને 2 ભારતીય બ્રાન્ડની નકલી દવાઓ પણ મળી આવી છે.
નકલી દવાનો વેપાર કરતી આ ટોળકી દિલ્લીના મોતીનગરથી સમગ્ર રેકેટ ચલાવતી હતી... જેમા મુખ્ય સૂત્રધાર છે વિફિલ જૈન.. જે 10મા ધોરણ સુધી પણ નથી ભણ્યો.. પહેલા મેડિકલ સ્ટોર પર નોકરી કરતો હતો, ત્યારબાદ હોલસેલમાંથી રિટેલમાં દવાનું વેચાણ.. ત્રણ વર્ષના અનુભવ બાદ તેને આ નકલીના ખેલનો આઈડિયા આવ્યો અને એક ભાડે ફ્લેટમાં દવાઓ બનાવવાનું શરૂ કર્યું.. (GFX OUT) ક્રાઈમબ્રાંચે પકડેલા 7 આરોપીમાં બે કેન્સર હોસ્પિટલના કર્મચારીઓ છે.. જેઓ કેન્સરની દવાની ખાલી બોટલો ભેગી કરતા હતા.. આ કર્મચારીઓ પાસેથી ખાલી બોટલો લઈને પરવેઝ નામનો શખ્સ વિફિલને આપતો.. જે બાદ મોતીનગરના ફ્લેટમાં નકલી દવાઓ બનાવાતી..
નકલી દવાનો ખેલ
આ ગેંગ દિલ્લીના મોતીનગરથી સમગ્ર રેકેટ ચલાવતી
મુખ્ય સૂત્રધારનું નામ છે વિફિલ જૈન
વિફિલ 10મું ધોરણ પણ નથી ભણ્યો
વિફિલ પહેલા મેડિકલ સ્ટોર પર નોકરી કરતો
નોકરી બાદ હોલસેલમાંથી રિટેલમાં દવાનું વેચાણ કરતો વિફિલ
ત્રણ વર્ષના અનુભવ બાદ નકલી દવાનો વિચાર આવ્યો
ભાડે ફ્લેટમાં નકલી દવા બનાવવાનું શરૂ કર્યું
ક્રાઈમબ્રાંચના સકંજામાં આવેલી આ ગેંગ ખાલી બોટલમાં માત્ર 100 રૂપિયાની દવા ભરીને 1થી 3 લાખ રૂપિયામાં તેનું વેચાણ કરતી હતી... જે અત્યંત ગંભીર બાબત છે.. જે લોકો કેન્સર જેવી જીવલેણ બિમારી સામે લડત લડતા હોય, ગમે તે ભોગે મોંઘી દવા માટે રૂપિયાની વ્યવસ્થા કરતા હોય, તેમની સાથે આ એક મોટી રમત ચાલતી હતી.. જે માત્ર રૂપિયા નહીં પરંતુ વ્યક્તિનો જીવ પણ લઈ લે... તેથી આવા તત્વો સામે આકરામાં આકરી કાર્યવાહી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube