જો તમને મેગી મસાલાનો ખુબ ચટકો હોય...તે છૂટથી વાપરતા હોવ તો ખાસ વાંચો, નહીં તો પસ્તાશો
શાક, દાળ કે કઢી, સાઉથ ઈન્ડિયન કે પછી ચાઈનીઝ તમે જે પણ ખાવાનું બનાવો તેને ટેસ્ટી બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા વાપરતા હોવ છો. બજારમાં આવા અનેક પ્રકારના મસાલા વિવિધ બ્રાન્ડના મળતા હોય છે. આવો જ એક મસાલો છે મેગી મસાલો...મેગી... એક એવું નામ છે જે ઘરે ઘરે પ્રખ્યાત છે. ઓળખ પણ એવી કે દરેક નૂડલ્સને મેગી નૂડલ્સ તરીકે જ ઓળખવામાં આવતા હોય છે. જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકબાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. તો પછી ખાસ વાંચો આ અહેવાલ.
તમે જ્યારે કોઈ સામાન ખરીદો છો ત્યારે તમે એવી જ બ્રાન્ડ ખરીદશો જેના પર તમને ભરોસો હશે. જેમાં કોઈ ભેળસેળ ન હોય. પરંતુ જ્યારે તમને ખબર પડે કે તમે કિચનમાં જે બ્રાન્ડના પ્રોડક્ટ વાપરો છે તે નકલી છે તો શું થાય....તમે રસોડામાં જે વસ્તુ ભોજનને ટેસ્ટી બનાવવા માટે વાપરી રહ્યા છો તે તમને બીમાર કરનારી છે તેવું તમને ખબર પડે તો ચિંતા પણ થાય અને ડર પણ લાગે. શાક, દાળ કે કઢી, સાઉથ ઈન્ડિયન કે પછી ચાઈનીઝ તમે જે પણ ખાવાનું બનાવો તેને ટેસ્ટી બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા વાપરતા હોવ છો. બજારમાં આવા અનેક પ્રકારના મસાલા વિવિધ બ્રાન્ડના મળતા હોય છે. આવો જ એક મસાલો છે મેગી મસાલો...મેગી... એક એવું નામ છે જે ઘરે ઘરે પ્રખ્યાત છે. ઓળખ પણ એવી કે દરેક નૂડલ્સને મેગી નૂડલ્સ તરીકે જ ઓળખવામાં આવતા હોય છે.
જે કંપની મેગી બનાવે છે તે મેગી મસાલા પણ બનાવે છે. મેગી મસાલાનો ઉપયોગ શાકબાજી બનાવવામાં થાય છે. તમે પણ ક્યારેક તો તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે માર્કેટમાં નકલી મેગી મસાલા ધડાધડ વેચાઈ રહ્યા છે. એવી પણ શક્યતા છે કે કદાચ તમે પણ આ નકલી મેગી મસાલાનો ઉપયોગ કર્યો હશે. દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં નકલી મેગી મસાલા બનાવનારી એક ગેંગનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. અહીં એક ફેક્ટરી પર રેડ દરમિયાન 19 હજારથી વધુ નકલી મેગી મસાલાના પેકેટ મળી આવ્યા છે. આ ફેક્ટરીમાં નકલી મેગી મસાલા બનાવવાનો આખુ મશીન હતું. આ સાથે જ દરોડામાં દેશની અનેક બ્રાન્ડેડ કંપનીઓના હજારો લીટર નકલી ઘી, રિફાઈન્ડ ઓઈલ પણ મળી આવ્યા છે. જેને બનાવવા માટે મશીન, પેકિંગ માટે Carton, બ્રાન્ડના લેબલ પણ મળ્યા છે
જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લોકો વચ્ચે લોકપ્રિય હોય છે તો તેની માગણી વધે છે અને પછી તરત જ મિલાવટખોરો તેની કોપી કરીને નકલી પ્રોડક્ટ બજારમાં વેચવાનું શરૂ કરી દે છે. પ્રોડક્ટની કોપી એવી કરાય છે કે અસલી અને નકલીની ઓળખ કરવી ખુબ મુશ્કેલ બની જાય છે. આવું જ કઈક મેગી મસાલા અંગે થયું છે. મિલાવટખોરોએ આ કોપી એટલી સટીક બનાવી હતી કે અસલી અને નકલીમાં અંતર કરવું મુશ્કેલ છે. દુકાનોમાં આ નકલી મેગી મસાલા વેચાઈ પણ રહ્યા હતા.
અત્યંત આઘાતજનક! સ્ટેજ પર નૃત્ય કરી રહેલા 20 વર્ષના યુવકને બિલ્લી પગે આવી ગયું મોત, જુઓ Video
ઝી ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન આ નકલી મેગી મસાલા દુકાન પર મળ્યા. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે નકલી મેગી મસાલા ઓળખો તો તેઓ અંતર કરી શક્યા નહીં. આમ પણ જ્યારે તમે સામાન ખરીદો છો તો એટલું ધ્યાન આપી શકતા નથી. બ્રાન્ડેડ છે તો તમને આશા હોય છે કે પ્રોડક્ટ સારી જ હશે. અત્યાર સુધીમાં તમે દૂધ, માવો, અનાજ, ઘી, તેલ અને મસાલામાં ભેળસેળના સમાચાર જાણ્યા હશે. પરંતુ હવે તો નાના નાના પેકેટમાં પણ ભેળસેળ થઈ રહી છે અને તે ખુબ જ ખતરનાક છે. કારણ કે આવા નાના નાના પેકેટમાં ભેળસેળ કરવા માટે આખી મશીનરીની જરૂર હોય છે અને આ મિલાવટખોરો આવું સરળતાથી કરી રહ્યા છે. આ સાથે જ નાના નાના શહેરો, ગામડાઓમાં આવા નાના નાના પેકેટને સરળતાથી મોકલી શકાય છે. વેચી શકાય છે.
મેગી મસાલા બનાવતી કંપની NESTLE ને જ્યારે મેઈલ દ્વારા તેમનો પક્ષ જાણવાની કોશિશ કરાઈ તો તેનો જવાબ આવ્યો છે અને નેસ્લેએ મેગી મસાલાના અસલી પાઉચની ઈમેજ ઝી ન્યૂઝને મોકલીને કેટલીક જાણકારી શેર કરી છે. કંપનીના જણાવ્યાં મુજબ આ મેગી મસાલા પાઉચને લોકો ધ્યાનથી જૂએ અને આ સાથે જ QR જોઈને તેને સ્કેન કરી શકે છે જેનાથી જાણવા મળશે કે આ મેગી મસાલા અસલી છે.
ખાસ જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube