એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે  જાણીને તમારા હાશ ઉડી જશે. તમિલનાડુમાં ત્રણ લોકોએ ભેગા મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચ ખોલી નાખી અને નવાઈની વાત એ છે કે આ ફેક બ્રાન્ચ કઈ એક કે બે દિવસ નહીં પરંતુ છેલ્લા 3 મહિનાથી ચાલુ હતી. જો કે તમિલનાડુ પોલીસ આ લોકોની ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુ પોલીસના જણાવ્યાં મુજબ એક અસામાન્ય અપરાધના આરોપમાં પનરુતિમાં 3 લોકોની ધરપકડ કરાઈ છે. ત્રણેય 3 મહિનાથી એસબીઆઈની નકલી શાખા ચલાવી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં એક પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર પણ સામેલ છે. 


શું કરે છે આરોપીઓ
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે અપરાધિક ગતિવિધિનો માસ્ટરમાઈન્ડ કમલબાબુ હતો. બાબુના માતા પિતા બંને પૂર્વ બેંક કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ પહેલા મોત થઈ ચૂક્યું છે. જ્યારે માતા  બે વર્ષ પહેલા જ બેંકમાંથી રિટાયર્ડ થયા હતા. એક વ્યક્તિ પનરુતિમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. ત્રીજો વ્યક્તિ રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો. 


ત્રણમાંથી એક વ્યક્તિ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો જેનાત્યાંથી બેંક સંલગ્ન તમામ નકલી ચલણ, અને અન્ય દસ્તાવેજ છપાતા હતા. આ સાથે જ રબર સ્ટેમ્પવાળી દુકાનથી બેંકના સ્ટેમ્પ વગેરે તૈયાર કરીને લગાવવામાં આવતા હતા જેથી કરીને લોકોને તે ફેક છે તેવો શક જાય નહીં. 


કઈ રીતે થયો પર્દાફાશ
નકલી શાખા ત્યારે શંકાના ઘેરામાં આવી જ્યારે એક એસબીઆઈ ગ્રાહકે પનરુતિમાં શાખાને જોઈ અને અસલ એસબીઆઈ શાખાના બ્રાન્ચ મેનેજરને તેની ફરિયાદ કરી. નવી શાખા વિશે જાણ્યા બાદ એસબીઆઈ ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા. ત્યારબાદ કાર્યાલયે બેંક મેનેજરને તેની જાણ કરી. 


આરોપીઓની હિંમત તો જુઓ પનરુતિમાં પહેલેથી જ એસબીઆઈની બે બ્રાન્ચ ખુલેલી હી. પરંતુ આમ છતાં તેમણે વધુ એક બ્રાન્ચ ખોલી નાખી. મેનેજરને પણ પણ ફક્ત બે જ એસબીઆઈ બ્રાન્ચ વિશે ખબર હતી. નવી ત્રીજી શાખા તેમના દસ્તાવેજોમાં ક્યાંય નહતી. જ્યારે આ વાતની જાણકારી મોટા અધિકારીઓને થઈ તો તેની તપાસ માટે તેમણે તે જગ્યાની મુલાકાત લીધી. જોવામાં તે બિલકુલ એસબીઆઈ બ્રાન્ચ જેવી હતી. ત્યારબાદ અધિકારીઓએ પોલીસને જાણ કરી, ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસ મુજબ કોઈ ટ્રાન્ઝેક્શન થયું નહતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube