દૂરદર્શનના પ્રસિદ્ધ એન્કર નીલમ શર્માનું નિધન, તાજેતરમાં જ મળ્યું હતું `નારી શક્તિ સન્માન`
તેઓ દૂરદર્શન સાથે છેલ્લાં 20 વર્ષથી જોડાયેલાં હતાં, ખુલ્લા વાળ અને સાડી જ તેમની ઓળખ હતી, `બડી ચર્ચા` અને `તેજસ્વિની` જેવા કાર્યક્રમોના કારણે તેઓ દર્શકોમાં ઘણાં લોકપ્રિય બન્યાં હતાં
નવી દિલ્હીઃ દૂરદર્શનનાં વરિષ્ઠ એન્કર નીલમ શર્માનું શનિવારે નિધન થઈ ગયું. દૂરદર્શનના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ કેન્સરથી પીડિત હતાં. તેમણે વર્ષ 1995માં દૂરદર્શન સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
માર્ચમાં જ મળ્યું હતું નારી શક્તિ સન્માન
લાંબા સમય સુધી દૂરદર્શનનો ચહેરો રહેલાં નીલમ શર્માને ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ 'નારી શક્તિ સન્માન' આપવામાં આવ્યું હતું. નારી શક્તિ પુરસ્કાર મહિલાઓની ઉપલબ્ધિઓ અને યોગદાનને માન્યતા આપનારો ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
કર્ણાટકઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ ખરીદી રૂ.11 કરોડની કાર
દૂરદર્શન સાથેની પોતાની 20 વર્ષની લાંબી કારકિર્દીમાં નીલમ શર્માએ 'તેજસ્વિની' અને 'બડી ચર્ચા' જેવા અનેક લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. ખુલ્લા વાળ અને સાડી તેમની આગવી ઓળખ હતાં.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....