કર્ણાટકમાં આજે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન થયું. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ 59 વર્ષના હતા. અનંત કુમાર તેમની સંસદીય કામોની સમજ અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. અનંત કુમાર 1996થી દક્ષિણી બેંગલુરુ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. અનંત કુમારના નિધન પર કર્ણાટક સરકારે રાજ્યમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. પરંતુ આ સાથે જ જાણી લો, દેશમાં એવી કેટલી દિગ્ગજ હસ્તીઓના કેન્સરથી મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વી.પી સિંહ
વી.પી સિંહ દેશના આઠમા વડાપ્રધાન હતા. 25 જૂન, 1931માં જન્મેલા સિંહ મલ્ટીપલ મેલોમા કેન્સરથી પીડિત હતા. તેમણે 27 ડિસેમ્બર, 2008માં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. 


સી.એન. અન્નાદુરૈ
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સી.એન અન્નાદુરૈનો જન્મ 15 સપ્ટેમ્બર, 1909માં થયો હતો. તમિલનાડુના લોકપ્રિય નેતા અને દ્રવિડ મુન્નેત્ર કડગમ દળના સ્થાપક હતા. તેમને ગળાનું કેન્સર થયું હતું, જેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. તેમણે 3 ફેબ્રુઆરી, 1969ના રોજ ચેન્નાઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. 



નરગીસ દત્ત
નરગીસે 1935માં તાલાશ-એ-હકમા એક બાળ કલાકારના રૂપમાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. નરગીસને બાદમાં અગ્નાશયનું કેન્સર થયું હતું. જોકે, તેમની તબિયત એટલી બગડી હતી કે, 2 મે, 1981ના રોજ તે કોમામાં જતી રહી હતી. આગામી દિવસે 3 મેના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તેમને મધર ઈન્ડિયામાં દમદાર રોલ કર્યો હતો. 



રાજેશ ખન્ના
રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર, 1942માં થયો હતો. તેમણે 1966માં આખિરી ખત ફિલ્મ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક એવોર્ડ્સ મેળવ્યા છે. 18 જુલાઈ, 2012ના રોજ કેન્સરતી ઝઝૂમી રહેલા રાજેશ ખન્નાનું તેમના મુંબઈના ઘરમાં જ મોત થયું હતું. તેમને મરણોપરાંત પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દાદાસાહેબ ફાળકે અકાદમી પુરસ્કારોમાં ભારતીય સિનેમાના પહેલા સુપરસ્ટારનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. 



વિનોદ ખન્ના
અનુભવી અભિનેતા વિનોદ ખન્નાનું 27 એપ્રિલ 2017ના રોજ નિધન થયું હતું. તેઓ અભિનેતા હોવાની સાથે ગુરુદાસપુરના સાંસદ પણ હતા. જેમને બ્લેડર કેન્સરની બીમારી હતી. 



આદેશ શ્રીવાસ્તવ 
સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ 5 સપ્ટેમ્બર, 2015ના રોજ જિંદગીની જંગ હારી ગયા હતા. આદેશ મલ્ટીપલ મેલોમા કેન્સરથી પીડિતા હતા. તેમણે મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બોલિવુડમાં 100થી વધુ ફિલ્મોમાં સંગીત આદેશને પહેલો બ્રેક 1993માં ફિલ્મ કન્યાદાનથી મળ્યો હતો. ઈન્ડસ્ટ્રીઝમાં બહુ જ ઓછા સમયમાં આદેશે સારું નામ કમાવી લીધું હતું.