નવી દિલ્હી: અત્યંત પ્રચંડ ચક્રવાત તોફાન ફાનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડાઓ અને 52 શહેરો પ્રભાવિત થશે. આ ચક્રવાત ભારતના પૂર્વ તટ તરફથી આગળ વધી રહ્યું છે. આજે દક્ષિણ પુરીના દરિયાકાંઠા પર ટકરાશે તેવો અંદેશો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કુલ મળીને 11.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાના છે જેમાંથી લગભગ 3.3 લાખ લોકોને પહેલેથી સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાણકારી આપી કે ગુરુવાર મધ્ય રાત્રિથી ભુવનેશ્વરથી તમામ ફ્લાઈટ અવરજવર અસ્થાયી રીતે રોકી દેવામાં આવશે. શુક્રવાર સવારે કોલકાતા એરપોર્ટથી પણ ઉડાણની અવરજવરને અસ્થાયી રીતે રોકવામાં આવશે અને હાલાત સારા થતા જ વ્યવસ્થા બહાલ કરવામાં આવશે. રેલવેએ ઓડિશામાં ટ્રેન અવરજવર પહેલેથી અસ્થાયી રીતે સ્થગિત કરી છે. 


કેબિનેટ સચિવ પી કે સિન્હાની અધ્યક્ષતામાં એનસીએમીની બેઠક બાદ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઓડિશા સરકારે એનસીએમસીને (રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ) જાણકારી આપી કે 10,000 ગામ અને 52 શહેર તથા કસ્બાઓ આ તોફાનથી પ્રભાવિત થશે. ઓડિશા સરકાર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની કામગીરી અગાઉથી જ થઈ રહી છે. સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવતા લોકોને રહેવા માટે લગભગ 900 તોફાન આશ્રય સ્થળો પહેલેથી જ તૈયાર કરી લેવાયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...