નવી દિલ્હીઃ Farmer Leaders on Farm Laws Repeal Bill: સંસદમાંથી કૃષિ કાયદાની વાપસી સાથે એક વર્ષથી ચાલી રહેલા કિસાન આંદોલને પોતાનું લક્ષ્ય હાસિલ કરી લીધું છે. હવે કિસાન સંગઠન આંદોલન જાળવી રાખવા કે ઘરે પરત જવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યાં છે. રાકેશ ટિકૈત જેવા કિસાન નેતા એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ પર કાયદો બનાવવાની મહત્વની માંગ પૂરી થવા સુધી આંદોલન ચાલું રાખવાની વાત કહી રહ્યાં છે. આગળની રણનીતિ નક્કી કરવા માટે 1 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોર્ચા (SKM)ની મહત્વની બેઠક યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં કાયદાની વાપસી વચ્ચે સિંધુ બોર્ડર પર સોમવારે પંજાબના 32 કિસાન સંગઠનોની એક બેઠક યોજાઈ હતી. સૂત્રો પ્રમાણે પંજાબના કેટલાક કિસાન સંગઠન ઈચ્છે છે કે કૃષિ કાયદાની વાપસી બાદ હવે આંદોલન ખતમ કરવું જોઈએ. તો કેટલાક સંગઠન એમએસપી કાયદા સહિત અન્ય બાકી માંગો પૂરી થવા સુધી આંદોલન જાળવી રાખવા ઈચ્છે છે. સામાન્ય મત બનાવવાની કવાયત ચાલી રહી છે. 


સંયુક્ત કિસાન મોર્ચા એમએસપી પર કાયદા સિવાય આંદોલન દરમિયાન મૃત કિસાનોના પરિવારજનોને વળતર અને સ્મારક બનાવવાની જગ્યા, પ્રદર્શનકારીઓ પર થયેલા કેસ પરત લેવા, વીજળી સંશોધન બિલ પરત લેવા અને લખીમપુર ખીરી કાંડના મુખ્ય આરોપીના પિતા અજય મિશ્રાને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી પદેથી હટાવવા અને તેમની ધરપકડની માંગ કરી રહ્યુ છે. આ માંગોને લઈને મોર્ચાએ પ્રધાનમંત્રી મોદીને પત્ર પણ લખ્યો છે. 


આ પણ વાંચોઃ હવે આંદોલન થશે સમાપ્ત? સંસદના બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ, PM મોદીનું વચન પૂરુ


દસ દિવસ પહેલા કૃષિ કાયદાની વાપસીને લઈને પ્રધાનમંત્રી મોદીની જાહેરાત બાદ જ આંદોલનને જીત થઈ હતી, પરંતુ ત્યારે કિસાનોએ સંસદથી વાપસીની પ્રક્રિયા પૂરી થવા સુધી રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ આજે કૃષિ કાયદાને વાપસ લેવાનું બિલ સંસદમાંથી પસાર થવા છતાં આંદોલનને મોર્ચા પર કોઈ મોટો જશ્ન જોવા મળ્યો નથી. દિલ્હીની સરહદ પર એક વર્ષથી ચાલી રહેલા આંદોલન દરમિયાન 700 કિસાનોના મોત થયા છે. તો એમએસપી પર કાયદાની માંગ હજુ પૂરી થઈ નથી. કૃષિ કાયદાની વાપસીની જાહેરાત સાથે પ્રધાનમંત્રી મોદી એમએસપી કાયદા માટે કમિટી બનાવવાની જાહેરાત કરી ચુક્યા છે, પરંતુ આ જાહેરાતને માનવા કિસાન સંગઠનો તૈયાર નથી. 


સંસદમાં પસાર થયું બિલ
લોકસભા બાદ સોમવારે રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા સંબંધિત બિલને ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષે ગૃહમાં આ બિલ પર ચર્ચાની માંગ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ હોબાળા વચ્ચે ઉપલા ગૃહે તેને મંજૂરી આપી દીધી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગૃહમાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 રજૂ કર્યું અને આ દરમિયાન વિપક્ષી સભ્યોએ હંગામો શરૂ કર્યો.


આ પણ વાંચોઃ ઓમિક્રોનના ડર વચ્ચે તેલંગણામાં કોરોના વિસ્ફોટ, એક શાળાની 45 વિદ્યાર્થિનીઓ Covid-19 પોઝિટિવ  


કૃષિ પ્રધાન તોમરે કોંગ્રેસ પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે વિરોધ પક્ષે તેના ઢંઢેરામાં કૃષિ સુધારાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરીને મોટું હૃદય બતાવ્યું અને આ તેમના શબ્દો અને કાર્યોમાં એકરૂપતા દર્શાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube