Inspirational Story: એક નિર્ણયે જિંદગી બદલી, આ ખેડૂત દર મહિને કરે છે અધધધ...કમાણી, જાણીને આંખો પહોળી થઈ જશે
Farmer Inspirational Story: આ ત્રણ પટેલ ભાઈઓ વિશે જો તમે જાણશો તો તમને પણ એમ થશે કે નોકરી છોડીને ખેતીના વ્યવસાયમાં જોડાઈ જવું બસ હવે તો....તેમણે લીધેલો એક નિર્ણય આજે તેમના જીવનમાં ગેમ ચેન્જિંગ બની ઉભર્યો છે. તેમની કહાની બીજાને પણ પ્રેરણા પૂરી પાડે તેવી છે.
Flower Farming News: રાજસ્થાનના આદિવાસી બહુમતીવાળા વિસ્તાર ડુંગરપુર જિલ્લામાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નફો રળનારી વ્યવસાયિક ખેતી પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. આવું કરીને તેઓ પોતાનું જીવન ધોરણ સુધારે છે. ધુવાડીયા ગામના 3 ખેડૂત ભાઈઓએ પરંપરાગત ખેતી છોડીને ગલગોટાના ફૂલોની ખેતી કરી રહ્યા છે અને તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે. ફૂલોના રાજા ભલે ગુલાબ હોય પરંતુ ગલગોટાનું પણ મહત્વ કઈ ઓછું નથી. ધાર્મિક કાર્યક્રમોથી લઈને લગ્ન તથા અન્ય સમારોહમાં પણ ગલગોટાના ફૂલોની ખુબ જરૂર છે. તેની ખેતી ખેડૂતોને ઓછા ખર્ચે અને મહેનતે સારી કમાણી કરાવે છે.
આ જ કારણ છે કે હવે ડુંગરપુર જિલ્લાના ખેડૂતોને પણ ફૂલોની ખેતીમાં રસ જાગ્યો છે. જે હેઠળ ડુંગરપુરમાં ગ્રામ પંચાયત સૂરપુરના ધુવાડીયા ગામમાં રહેતા 3 ભાઈઓએ ફૂલોની ખેતીથી સફળતાની નવી કહાની લખી છે. ધુવાડીયા ગામના ત્રણ ભાઈઓ કોદર પટેલ, કચરું પટેલ, અને તેજપાલ પટેલ પહેલા ઘઉ, ધાન અને મકાઈ જેવી પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ તેમને મહેનત અને ખર્ચ પ્રમાણે ઓછો લાભ મળતો હતો. જેના કારણે પરંપરાગત ખેતી પ્રત્યે તેમની નિરાશા વધતી ગઈ. ત્રણેય ભાઈઓએ કઈક નવું કરવાનું નક્કી કરી લીધુ અને કોઈ નવો પાક ઉગાડવાનું મન બનાવ્યું.
ડિજિટલ ટીવી રિસિવર, USB ટાઈપ સી ચાર્જર-વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ માટે ગુણવત્તા માપદંડ
SBI ના કરોડો ગ્રાહકો સાવધાન!, SBI ONLINEનો પાસવર્ડ બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
SBI-PNB વેચાવાની કગારે પહોંચી? ગ્રાહકો રઘવાયા થયા, શું છે સત્ય તે ખાસ જાણો
આ બધા વચ્ચે તેમને ફૂલોની ખેતી કરવાનો વિચાર આવ્યો. જેને ગંભીરતાથી લઈ લીધો. પરિવારના સભ્યોએ પણ આ કામમાં તેમનું સમર્થન કર્યું. ત્યારબાદ તેમણે ગલગોટાના ફૂલોની ખેતી કરવાનું શરૂ કરી દીધુ અને આજે ગલગોટાના ફૂલોની ખેતીથી સારી આવક રળી રહ્યા છે. પરંપરાગત ખેતીની સરખામણીએ અનેક ગણો વધુ નફો થઈ રહ્યો છે.
90 હજાર માસિક કમાણી
કોદર, કચરુ અને તેજપાલ પટેલે જણાવ્યું કે તેઓ ત્રણેય મળીને 5 વીઘા જમીન પર ફૂલોની ખેતી કરે છે. પાંચ વીઘા જમીનને તેમણે ત્રણ ખેતરમાં વહેંચેલી છે. એક ખેતરમાં બે દિવસમાં 100 કિલો ફૂલ નીકળે છે. જ્યારે 20-20 રૂપિયે કીલોના ભાવે સ્થાનિક વેપારી ખેડૂતના ગામે આવીને ફૂલ ખરીદી જાય છે. આવામાં ત્રણ ખેતરમાંથી પ્રતિ માસ 90 હજાર રૂપિયાની કમાણી આ ત્રણેય ભાઈઓને થઈ જાય છે.
ડુંગરપુર જિલ્લાના ધુવાડીયા ગામના આ ત્રણેય ભાઈઓ જે રીતે કમાણી કરી રહ્યા છે તેને જોઈને હવે તેમના ગામના અન્ય ખેડૂતો પણ ફૂલોની ખેતી માટે પ્રેરિત થયા છે. ત્રણેય ભાઈઓ પરંપરાગત ખેતી છોડીને હવે ફૂલોની ખેતી કરીને સારી કમાણી કરે છે. વિભિન્ન આયોજનોમાં ફૂલોની માંગ જોતા વેપારીઓ પણ તેમના સુધી પહોંચીને ફૂલો ખરીદે છે. જેનાથી તેમણે ફૂલ વેચવા માટે ભટકવું પડતું નથી.
(રિપોર્ટ- અખિલશ શર્મા)