નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી  (UP Assembly Election 2022) જીતવા માટે દરેક પાર્ટી જોર લગાવી રહી છે. આ માટે રાજકીય પાર્ટીઓના એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ છે. યુપીમાં પહેલા અબ્બાજાનને લઈને રાજકીય ગરમાવો હતો અને હવે ચાચાજાનની એન્ટ્રીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈતએ ઓવૈસીને કહ્યું ચચાજાન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હાપુડની એક રેલી દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ને ભાજપનો ચાચાજાન ગણાવીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં વધુ ગરમાવો લાવી દીધો છે. એક સભાને સંબોધિત કરવા દરમિયાન રાકેશ ટિકૈતે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપના ચાચાજાન ઓવૈસી હવે ઉત્તર પ્રદેશમાં આવી ગયા છે. 


ભાજપ-ઓવૈસી એક જ ટીમના સભ્ય-ટિકૈત
રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે જો અસદુદ્દીન ઓવૈસી ભાજપને ગાળ આપે તો તેમના વિરુદ્ધ કેસ દાખલ થતો નથી કારણ કે આ બંને એક જ ટીમના સભ્ય છે. રાકેશ ટિકૈત આજકાલ ખેડૂત આંદોલનને લઈને યુપીના અલગ અલગ વિસ્તારોમાં જઈને ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ માટે તેઓ હાપુડ પણ પહોંચ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube