ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું : અંબાલાના શંભુ બોર્ડર પર હંગામો, પોલીસને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો
- ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે અંબાલાના શંભુ બોર્ડર પર પોલીસની સાથે ઝડપ થઈ.
- મેઘા પાટકરની સાથે દિલ્હી જઈ રહેલ ખેડૂતોને યુપી પોલીસે પ્રદેશ સીમામાં દાખલ થતા રોક્યા
ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્ર સરકારના ખેડૂત કાયદા (Agricultural law) ની વિરુદ્ધ પંજાબથી દિલ્હી તરફ વધી રહેલા ખેડૂતોની સાથે પોલીસ સાથે ઝપાઝપી થઈ રહી છે. હરિયાણા અને પંજાબની સીમા પર અંબાલામાં પ્રદર્શનકારી ખેડૂતોએ પોલીસ-પ્રશાસનની વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવતા તેમના બેરિકેડ્સને ઉખાડીને ફેંકી દીધા છે. તેમજ ફાયર બ્રિગેડની ગાડી પર કબજો કરી લીધો છે. પોલીસ દળ હવે ખેડૂતોને પાછળ ધકેલવા માટે તેમના પર ટીયર ગિસનો ઉપયોગ કરી રહી છે.
પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો પર પાણીનો મારો
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે અંબાલાના શંભુ બોર્ડર પર પોલીસની સાથે ઝડપ થઈ રહી છે. ત્યાં હરિયાણા પોલીસે બેરિકેડ્સ લગાવીને વોટર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરી રાખી હતી. જેના દ્વારા ખેડૂતો પર પાણીનો મારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ તમામ વ્યવસ્થા ખેડૂતોના પ્રયાસની સામે અસફળ સાબિત થયા હતા. પ્રદર્શનકારી ખેડૂતો એ બેરિકેડ્સને હટાવીને આગળ વધવાના પ્રયાસમાં લાગ્યા છે.
ખેડૂતોએ આગ્રા-ગ્વાલિયર માર્ગ પર ધરણા શરૂ કર્યાં
આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરને જતા રોકવાથી નારાજ મધ્ય પ્રદેશના ખેડૂતોને આગ્રા-ગ્વાલિયર માર્ગ પર સૈયાની પાસે ધરણા શરૂ કરી દીધા છે. તેને પગલે આગ્રા-ગ્વાલિયર માર્ગ પર અનેક કિલોમીટર લાંબું ચક્કાજામ સર્જાયું છે. મેઘા પાટકરની સાથે દિલ્હી જઈ રહેલ ખેડૂતોને યુપી પોલીસે પ્રદેશ સીમામાં દાખલ થતા રોક્યા હતા. જેના બાદ ભડકેલા ખેડૂતોએ અહી ધરણા શરૂ કર્યાં છે.
લોકો માથા પર સામન ઉંચકીને પગપાળા જવા મજબૂર
આંદોલનકારી ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસે કરનાલમાં પણ ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે દિલ્હી-ચંદીગઢા હાઈવેને બંધી કરી દીધો છે. આવામાં દિલ્હી કે હિમાચલ-પંજાબથી કરનાલ પહોંચેલા લોકો સામાન માથા પર મૂકીને પગપાળા પોતાના રસ્તે જવા મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે, પ્રશાસને હાઈવે બંધ કરવાથી મુસાફરો માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર હતી.