* ભારતભરમાં કૃષિ કાયદાનો વિરોધ 
* MSP અંગે શાંતાકુમાર પંચના સૂચનથી જગતનો તાત ચિંતામાં 
* MSP રદ નહીં થાય તેવી સરકારની સ્પષ્ટતા 
* MSPથી ખેડૂતોને મળે છે પોષણક્ષમ ભાવ 
* ફરી એક વાર ખેડૂતો બન્યા રાજકારણનો હાથો 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઉટપુટ ડેસ્ક/અમદાવાદ : આજે ભારતભરમાં કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક ટાયરો સળગે છે, તો ક્યાંક ટ્રેનોને રોકીને રેલવે ટ્રેક પર કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં સૌથી મહત્વની વાત એ છે કે કાયદાના વિરોધમાં MSP શબ્દનો અનેક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોને ચિંતા છે કે કૃષિ સુધારા તરીકે ઓળખાતા ત્રણ કાયદામાં ખેડૂતોને મળતી MSP બંધ થઈ જશે, જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટ કહ્યું છે કે MSP બંધ નહીં થાય. દેશભરમાં 8 તારીખે ભારતબંધને કુલ 23 રાજકીયપક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. જેમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, TRS, DMK, RJD તેમજ વામપંથી દળોએ વહેતી ગંગામાં હાથ ધોવાનું કામ કર્યું છે. ખેડૂતોએ MSPને કાયદાકીય સ્વીકૃતી આપીને નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ કરી છે. જેના માટે થઈ ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ભારતબંધના સમર્થનમાં 23 રાજકીયપક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. પરંતુ MSP છે શું? MSPથી ખેડૂતોને શું ફાયદો થાય છે? ચાલો જાણીએ.


ખેડૂત આંદોલનમાં નવો વળાંક: કાલે બેઠક અગાઉ ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂત નેતાઓ કરશે મુલાકાત


MSP એટલે સરકાર તરફથી જાહેર કરેલો ટેકાનો ભાવ 
MSPનું ફુલફોર્મ છે મીનિમ સપોર્ટ પ્રાઈઝ. ગુજરાતીમાં કહીએ તો MSP એટલે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે સરકાર તરફથી જાહેર કરેલા ટેકાના ભાવ. ખુલ્લા બજારપમાં કોઈ ખેતઊપજ ખરીદતું ના હોય તો સરકાર પોતે જ ખેડૂતોનો પાક ખરીદે છે, જેથી કરીને ખેડૂતોને નુકસાન ના જાય. આ માટે વર્ષમાં બે વખત એટલે રવી પાક અને ખરીફ પાકની સીઝન વખતે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવે છે. ટેકાના ભાવ જાહેર કરવાનું કારણ ખેડૂતોનું શોષણ રોકવાનો છે અથવા તો વર્ષ દરમિયાન કોઈ પણ જણસીનું અધિક્તમ ઉત્પાદનનું થાય અને ભાવ ગગડી જાય ત્યારે ખેડૂતને નુકસાન થતું રોકવાનું હોય છે. ગુજરાતમાં મગફળી, ડાંગર સહિત અનેક જણસી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચાય છે અને તેના માટે પણ સરકારે ઓનલઈન રજિસ્ટ્રેશનથી લઈને મોબાઈલ પર SMS સુધીની વ્યવસ્થા પણ કરી રાખી છે. કૃષિ કાયદાના વિરોધમાં ભારત ભરમાં ખેડૂતોને ચિંતા ટેકાના ભાવ અંગે જ છે.


Delhi CM House Arrest : AAPએ લગાવ્યો CM કેજરીવાલને નજરકેદ કર્યાનો આરોપ, દિલ્હી પોલીસે ફોટો શેર કરી આપ્યો જવાબ


કોણ નક્કી કરે છે MSP? 
ભારતમાં ખેતઊપજના ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે  કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈઝીસ એટલે કે CACPની રચના કરી છે. CACPમાં ચેરમેનન, સેક્રેટરી, સરકાર નિયુક્ત કૃષિઅર્થશાસ્ત્રી અને ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા બે ખેડૂતો સામેલ હોય છે. છેલ્લા કેટલાક સમયથી CACPમાં ખેડૂતોની બંને જગ્યાઓ ખાલી છે. એટલે કે ટેકાના ભાવ અંગેના નિર્ણય ખેડૂતોની ગેરહાજરીમાં માત્ર અધિકારીઓ જ નક્કી કરી રહ્યાં છે. 


Corona Update: દેશમાં હાંફી રહ્યો છે ઘાતક વાયરસ કોરોના!, તાજા આંકડાથી મળ્યા ખુબ સારા સંકેત


કેટલા ઉત્પાદનો પર MSP નક્કી થાય છે? 
ભારતમાં સરકાર કેટલા ખેત ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદે તે નક્કી કરવા માટે પંચની રચના કરવામાં આવી છે. પંચ દ્વારા ટેકાના ભાવ અંગે તમામ નિર્ણય લેવામાં આવે છે. 
પંચ દ્વારા નક્કી કરેલા ધારધોરણ મુજબ દેશમાં કુલ 23 પ્રકારના ખેત ઉત્પાદનો પર MSP એટલે કે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. 23 પૈકી 7 અનાજ, 5 કઠોળ, 7 તેલીબિયાં અને 4 રોકડિયા પાકનો સમાવેશ છે. 
તમામ 23 પાકનું દેશભરમાં વાવેતર, તેની ઊપજ, પાકની માગ અને પૂરવઠો. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને વર્ષમાં 2 વખત રવી પાક અને ખરીફ પાકની સીઝનમાં ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે. 
ખેડૂતો ટેકાના ભાવે પોતાનો પાક સંબંધિત માર્કેટયાર્ડ તેમજ કિસાન મંડળીમાં વેચી શકે છે. 


Bharat Bandh LIVE: યુપી ગેટ પર ભીમ આર્મીના કાર્યકરો પર લાઠીચાર્જ, કૃષિમંત્રીને મળ્યા CM ખટ્ટર


કેવી રીતે વિવાદમાં આવ્યો MSPનો મુદ્દો? 
ભારતમાં ખેત ઉપજોના ટેકાના ભાવ માટે પંચની તો રચના કરવામાં આવી છે, પરંતુ તે કોઈ કાયદાકીય કે પછી બંધારણના આધારે નથી. આ માત્ર એક પરંપરા છે જે ખેડૂતોના હિતમાં પહેલાથી ચાલતી આવી છે. ટેકાના ભાવની વ્યવસ્થા ફરજિયાત નથી. કોઈ પણ સરકાર ઈચ્છે ત્યારે બંધ કરી શકે છે. 
* વર્તમાન સરકાર આ વ્યવસ્થા બંધ કરશે તેવો ડર ખેડૂતોને છે જેનું મુખ્ય કારણ છે શાંતકુમાર પંચ 
* વર્ષ 2014માં ભાજપની મોદી સરકારે કૃષિ સુધારા લાગુ કરતા પહેલા શાંતાકુમારની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી 
* આ પંચે સરકારને  વિવિધ તારણોમાં આપ્યા હતા જેમાંથી એક  તારણ એવું પણ હતું કે દેશમાં 9 કરોડ ખેડૂત પરિવારમાંથી માત્ર 6% પોતાની ખેતઊપજ ટેકાના ભાવે વેચી હતી. 
* સરકારે  આ તારણને ધ્યાનમાં રાખીને 3 કૃષિ બિલ પસાર કર્યાં હતાં. શાંતાકુમાર પંચે MSPની વ્યવસ્થા બંધ કરવાનું પણ સૂચન કર્યું હતું, જોકે સરકારે તેનો અમલ નથી કર્યો, હાલ નવા ત્રણ વિવાદાસ્પદ કાયદામાં જોગવાઈ જોતા સરકાર આગામી સમયમાં ટેકાનો ભાવ બંધ કરે તેવો ખેડૂતોને ભય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube