ઝી બ્યુરો/બરેલી: હમણા થોડા સમયથી હેલિકોપ્ટરમાં વિદાય આપવાનું ચલણ વધી ગયુ છે. હાલમાં યુપીમાં બે બહેનોની વિદાય હેલિકોપ્ટરમાં કરવામાં આવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં દાદીની ઈચ્છા પુરી કરવા માટે બે બહેનોની હેલિકોપ્ટરમાં વિદાય કરવામાં આવે છે. આ સીનને જોવા માટે આસપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યા. 


બે બહેનોના સાથે લગ્ન થયા હતા
હકીકતમાં ભોજીપુરા થાના ક્ષેત્રના ગામ દોહના પિતમરાયમાં રહેતા ખેડૂત રાજેન્દ્રસિંહ યાદવ અને તેના નાના ભાઈ બંનેએ પોતાની પુત્રીના લગ્ન મીરગંજ થાના ક્ષેત્રનાં હલ્દી કલામાં રહેતા રામદાસ યાદવના પુત્ર રામવીર અને વિજયપાલનાં પુત્ર અજય સાથે નક્કી કરવામાં આવ્યા હતા.


આસપાસનાં ગામના લોકો પણ ઉમટ્યા હતા
બંને બહેનો પ્રિયંકા અને પ્રિતીનાં લગ્ન ધામધૂમથી તમામ વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે બંને બહેનોને હેલિકોપ્ટરમાંથી વિદાય આપવામાં આવી. આ વિદાયને જોવા ગામ ઉપરાંત પાડોશનાં ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા. 


દાદાની ઈચ્છ પૂરી કરી
ખેડૂત રાજેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, દાદીની ઈચ્છા હતી કે, જ્યારે પોતાની બંને પૌત્રીની વિદાય હેલિકોર્ટરમાં થાય. માંની ઈચ્છા પૂરી કરવા માટે બંને દિકરીઓની વિદાય હેલિકોપ્ટકમાં કરવામાં આવી.


પૂરતી સુરક્ષા વ્યવસ્થા
રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, બે મહિનાની મહેનત બાદ હેલિકોપ્ટર માટે એક ખાનગી એજન્સીના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન પ્રશાસન તરફથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.