ખેડૂતો- પોલીસ વચ્ચે ઘર્ષણથી સ્થિતી વણસી, ગાઝીયાબાદની શાળાઓમાં રજા
દિલ્હી- ગાઝીયાબાદ વચ્ચેનાં તમામ રસ્તાઓ પર ચક્કાજામ, આંદોલન વધારે ઉગ્ર ઉપરાંત હિંસક થાય તેવી આશંકા
નવી દિલ્હી : ખેડૂત ક્રાંતિ યાત્રા મુદ્દે મંગળવારે રાજઘાટ જવા અને ત્યાંથી સંસદ સુધી માર્ચની યોજના સાથે આવેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસક સંઘર્ષ જોવા મળ્યો હતો. ખેડૂતોને યુપી બોર્ડર પર જ અટકાવી દેવા માટે યુપી અને દિલ્હી, બંન્ને રાજ્યની પોલીસે પુરતુ જોર લગાવી દીધું. ખેડૂતો સાથે વાતચીતનો પ્રયાસ પણ કર્યો જો કે સરકારે બુધવારે પણ આંદોલન ચાલુ રહેવાની આશંકાને ધ્યાને રાખીને ગાઝીયાબાદની શાળાઓ બંધ રાખવા માટેનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે સવા અગીયાર વાગ્યે ખેડૂતોનું આ આંદોલન ત્યારે હિંસક થયું જ્યારે તેમણે પોલીસ બેરીકેડ તોડીને દિલ્હીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. પોલીસના અુસાર ખેડૂતોએ પથ્થરબાજી કરી, જેનાં જવાબમાં પોલીસે ટીયર ગેસનાં ગોળા છોડ્યા. પાણીના બોછાર છોડ્યા. લાઠીઓ ચલાવી. રબ્બરની ગોળીઓ પણ છોડી હતી. ટ્રેક્ટરનાં તાર કાપી દીધા. પૈડાની હવા કાઢી દીધી. આશરે અડધા કલાક સુધી અફડાતફડી જેવી પરિસ્થિતીમાં 100 કરતા વધારે ખેડૂતોને ઇજા પહોંચી. કંઇક ગંભીર પણ થઇ શકે છે. બીજી તરફ દિલ્હી પોલીસનાં એક ACP સહિત 7 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.
પરિસ્થિતીને બેકાબુ થતી જોઇને કેન્દ્ર સરકાર હરકતમાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ખેડૂત નેતાઓ સાથે વાત કરીને 11માંથી 7 માંગણીઓ પુરી કરવા અંગે સંમતી વ્યક્ત કરી, જો કે ખેડૂત નેતા સંતુષ્ટ નહોતા થયા. મોડી રાત સુધીમાં તેઓ યુપી ગેટ પર જ રહ્યા. તેમનું કહેવું હતું કે અમે લાંબી તૈયારીઓથી આવ્યા છીએ. ખેડૂતો પર બળ પ્રયોગને વિપક્ષે મુદ્દો બનાવતા યુપી અને કેન્દ્રની સરકારો પર શાબ્દિક પ્રહાર કર્યા. દિલ્હીનાં મુક્યમંત્રી કેજરીવાલે કહ્યું કે ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા ખોટું છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો કે ખેડૂતોની ક્રુરતાથી માર મારવાથી ભાજપ પોતાનાં ગાંધી જયંતી સમારંભની શરૂઆત કરી છે. એસપી નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ પણ કેન્દ્ર પર શાબ્દિક પ્રહારો કર્યા.
આખો દિવસ ખેડૂતોને મનાવતા રહ્યા રાજનાથ
વડાપ્રધાન મોદીએ આંદોલનને કાબુમાં રાખવા માટેની જવાબદારી ગૃહમંત્રી રાજનાથને સોંપી. રાજનાથે કૃષી મંત્રી રાધા મોહન સિંહ પાસેથી માહિતી મેળવી કે સરકાર કેડૂતોની માંગણી પર શું કરી શકે છે. તેમણે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ફોન કરીને માંગણીઓ પર સરકારનો પ્રસ્તાવ મુક્યો. કૃષી રાજ્યમંત્રી ગજેન્દ્ર શેખાવત અને યૂપી સરકારના મંત્રી સુરેશ રાણાને ખેડૂતોને મળવા મોકલ્યા, જો કે ખેડૂતોની આગેવાની કરી રહેલા ભારતીય ખેડૂત યુનિયનનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે અને આશ્વાસન સ્વીકાર નહી, આંદોલન ચાલુ રહેશે. ખેડૂતો ન ભડકે તેના માટે પોલીસને આક્રમક પગલું ઉઠાવવા અને પાર્ટી નેતાઓને નિવેદનબાજી કરવા મુદ્દે સંયમ વરતવા માટે જણાવ્યું છે.