ગિન્નાયેલા ખેડૂતે ડુંગળી વેચીને મળેલા પૈસા PM મોદીને મનીઓર્ડર કરી દીધા, જાણો શું હતો ઘટનાક્રમ
સમગ્ર દેશનાં લાખો ખેડૂત દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ પુર્ણ થવાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે નાસિકનાં એક ખેડૂતે અનોખી રીતે કર્યો વિરોધ
નાસિક : સમગ્ર દેશમાંથી લાખો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા અને પોતાની માંગણીઓ પુરી થાય તેવી આશા સાથે દિલ્હીમાં એકત્ર થઇ રહ્યા છે. ત્યારે બીજી તરપ મહારાષ્ટ્રમાં હાલ ખેડૂતોને ડુંગળીનો પાક વેચવાથી તેમણે જેટલો ખર્ચ કર્યો તેટલો પણ પાછો નથી મળી રહ્યો. મહારાષ્ટ્રમાં ખેડૂતો દુષ્કાળથી પરેશા છે. ડુંગળીનાં ભાવ ઘટી જવાનાં કારણે પણ અહીંના ખેડૂતો પરેશાન છે. 1 કિલો ડુંગળી 1 રૂપિયામાં વેચાઇ રહી છે. એક ખેડૂતે તો પોતાનો મુળ ખર્ચ જેટલી રકમ પણ પરત નહી મળવાનાં કારણે ડુંગળી વેચીને તેમાંથી મળેલા પૈસા વડાપ્રધાન મોદીને મની ઓર્ડર કરી દીદા છે. ખેડૂતે ઇચ્છા વ્યક્ત કરી કે આ પૈસા વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરી દેવામાં આવે.
અહીંના વેપારીઓ પણ હવે ડુંગળી ખરીદવાની માનસિકતા નથી જોવા મળી રહી. સૌથી મોટી ડુંગળી ઉત્પાદક જિલ્લો નાસિક છે. અહીંના ખેડૂતો સરકારથી ખુબ જ નારાજ છે. નિફાડ નેતાલે ગામનો ખેડૂત સંજય સાઠે ફણ સરકારથી નારાજ છે. સાઠે પોતાની ડુંગળી વેચવા માટે લાસલગામની બજારમાં લાવ્યા હતા. જ્યાં ડુંગળીના ભાવ તેમને ક્વિન્ટલ દીઢ 150 રૂપિયા મળી રહ્યા હતા. કુલ સાડાસાત ક્વિન્ટલ ડુંગળી વહેંચીને તેમનાં હાથમાં 1118 રૂપિયા આવ્યા.
ખેડૂતની નારાજગી
આ રૂપિયાથી ડુંગળીનો મુળગો ખર્ચો પણ નિકળ્યો નહી. જેનાથી નારાજ ખેડૂત સાઠેઓ પોસ્ટ ઓફીસ જતો રહ્યો. ત્યાર બાદ તેણે ડુંગલી વેચીને આવેલ 1118 રૂપિયાની કમાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મની ઓર્ડર કરી દીધી. વડાપ્રધાન મની ઓર્ડર કરાવવાની ડિજિટલ બેનર પણ તેણે પોતાનાં ટ્રેક્ટર પર લગાવ્યો છે.
ડુંગળી ઉત્પાદક ખેડૂત સંજય સાઠેનું કહેવું છે કે ડુંગળીનાં ભાવ ઘટી રહ્યા છે. જેની માહિતી કેન્દ્ર સરકારને મળે તે માટે મે ડુંગળી વેચીને મળેલા પૈસાની રકમ વડાપ્રધાનને મની ઓર્ડર કરી આપી છે. આ રકમને વડાપ્રધાન પોતાનાં રાહત ફંડમાં વાપરે તેવી મારી ઇચ્છા છે.