Farmers Protest: કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરના રોજ ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા, કરી આ અપીલ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ ખેડૂતોને આંદોલન ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે `હું મારા ખેડૂત ભાઇઓને અપીલ કરવા માંગું છું કે તે આંદોલન ન કરે.
નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ ખેડૂતોને આંદોલન ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે 'હું મારા ખેડૂત ભાઇઓને અપીલ કરવા માંગું છું કે તે આંદોલન ન કરે. અમે દરેક મુદ્દે વાત કરવા અને મતભેદોને ઉકેલવા માટે તૈયાર છું. મને વિશ્વાસ છે કે અમારા સંવાદનું સકારાત્મક પરિણામ હશે.'
આ દરમિયાન પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)એ ટ્વીટ કરીને હરિયાણા (Haryana)ની ખટ્ટર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે 'પંજાબમાં ખેડૂતો સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હરિયાના સરકાર બળનું બળના સહારાને લઇને તેમણે કેમ ઉશ્કેરી રહ્યા છે? શું ખેડૂતોને સાર્વજનિક રાજમાર્ગથી શાંતિપૂર્વક પસાર થવાનો અધિકાર નથી?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube