મુંબઇ: શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય વિનાયક રાઉત (Vinayak Raut) એ કહ્યું કે અમે મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતોના માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પહેલાં જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. ઠાકરે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાનું વિશેષ સત્ર 8 વાગે બોલાવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ અપાવી રહ્યા છે. સાથે જ સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવો પડશે. 


જોવાનું રસપ્રદ એ હશે કે શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કોંગ્રેસ મળીને (Congress) મળીને બની રહેલા વિકાસ અઘાડી ગઠબંધનના પક્ષમાં કેટલા વોટ પડે છે. ફ્લોર ટેસ્ટની પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ થશે. એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube